28/09/2020
Breaking News

હારીજ ના બોરતવાડા ગામના યુવાન સાથે ગાંધીનગર ના વાવોલ ગામ ના ઇસમે ફાસ્ટફૂડ ના ધંધામાં મોટી રકમ ની ભાગીદારી કરાવી આચરી છેતરપિંડી…..

હારીજ ના બોરતવાડા ગામના યુવાન સાથે ગાંધીનગર ના વાવોલ ગામ ના ઇસમે ફાસ્ટફૂડ ના ધંધામાં મોટી રકમ ની ભાગીદારી કરાવી આચરી છેતરપિંડી…..
વાવોલ ના ઇસમે યુવાન ને વિશ્વાસ માં લઇ ધંધામાં મોટું રોકાણ કરાવ્યુ બાદ માં યુવાન છેતરપિંડી નો ભોગ બનતા કોર્ટ તથા પોલીસ માં નોંધાવી ફરિયાદ…..મળતી માહિતી મુજબ હારીજ તાલુકા ના બોરતવાડા ગામના યુવક અને અમદાવાદ ખાતે G.T.P.L.નેટવર્ક ચેનલ નો વ્યવસાય ધરાવતા દેસાઈ રામસીભાઈ ઈશ્વરભાઈ જેઓ ગાંધીનગર જિલ્લા ના વાવોલ ના વતની ચોપાટી વિસ્તાર માં પટેલ ફાસ્ટ ફૂડ નામની દુકાન ધરાવતા ઈસમ પટેલ ઘનશ્યામભાઈ દ્વારા રામસી દેસાઈ સાથે સારી એવી મિત્રતા કેળવી સારા સંબંધો બનાવી વધારે પૈસા કમવાની લાલચ આપી ફાસ્ટફ્રુડ ના ધંધામાં ભાગીદાર કરવાના ઇરાદે મિત્રતાનો લાભ ઉઠાવી નવ લાખ પંચોતેર હજાર રૂપિયા રામસી દેસાઈ જેઓ અમદાવાદ રહેતા હોવાથી તેમના બેન્ક એકાઉન્ટ મારફતે મોટી રકમની લેવડ દેવડ કરી હતી જે વાત નો સમય જતાં લોકડાઉન દરમિયાન ઘનશ્યામ ભાઈ નો કોન્ટેક ન થતા યુવાને વાવોલ ખાતે આવેલ ફાસ્ટફ્રુડ ની દુકાન પર તપાસ દરમિયાન દુકાન ઘણા સમય થી બંધ હોવાનું હાલત માં હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ઈસમ ના મોબાઈલ સંપર્ક દરમિયાન ફોન પણ સ્વિચઑફ મળી આવતા તથા કોઈ ભાળ ન મળતા તેઓના ઘરે પહોંચી તપાસ દરમીયાન ઘનશ્યામભાઈ મળી આવતા ઠગાઈ નો ભોગ બનેલ યુવાને ધંધાના રોકાણ અર્થે આપેલ રૂપિયા ની માંગણી કરતા ઇસમ દ્વારા ભોગ બનનાર યુવાન પર ઉશ્કેરાઈ જઇ જો તમે મારી પાસે ઉઘરાણી કરશો તો હું આત્મ હત્યા કરી તમારા વિરુદ્ધ સુનસાઈટ નોટ લખીશ તેવી ઉલટાની ધમકી આપતા ઠગાઈ નો ભોગ બનેલ યુવાન ગભરાઈ જતા સમગ્ર ઘટના ને લઈ દેસાઈ રામસીભાઈ દ્વારા છેતરપિંડી આચરનાર ઈસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટ માં ચેક રિટર્ન ફરિયાદ તેમજ હારીજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી પોતાના રોકાણ કરેલ રકમ પરત મળે તેવા ન્યાય માટે અપીલ કરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *