30/09/2020
Breaking News

સોશિયલ મીડીયાના સદુપયોગ પાલનપુરના સેવાભાવી યુવાનોએ એક જરૂરિયાત મંદ દીકરીનો જીવ બચાવ્યો….

સોશિયલ મીડીયાના સદુપયોગ પાલનપુરના સેવાભાવી યુવાનોએ એક જરૂરિયાત મંદ દીકરીનો જીવ બચાવ્યો….
પાલનપુર શહેરમાં માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરું પડતો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીના વતની અને હાલ ડીસા ખાતે રહેતી ઠાકોર પરિવારની દીકરી છેલ્લા 15 દિવસ થી પાલનપુર શહેરમાં આવેલ માવજત હોસ્પિટલ ખાતે દાખલ હતી જે દીકરીને બ્રેન ટ્યુમર ની બીમારી થી પીડાતી હતી અને ઓપરેશન કરવાનું હતું પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ પરિવાર છેલ્લા 15 દિવસનું હોસ્પિટલનું બિલ અને દવાનું બિલ બાકી હતું અને ઓપરેશન નો ખર્ચ પણ ઉઠાવી શકે એમ ન હતો અને જો ઓપરેશન સમયસર ન થાય તો દીકરીનો જીવ જોખમ માં મુકાય એમ હતો ત્યારે આ વાત ની જાણ પાલનપુરના સેવાભાવી યુવાનો સાગર જાની, રવિ સોની અને દેવેન્દ્ર આચાર્ય ને થતા તેમણે માવજત હોસ્પિટલના ડોકટર સાથે સંપર્ક કરી અને દીકરીના ઓપરેશનનો તમામ ખર્ચ ઉપાડવાની ખાત્રી આપી અને ઓપરેશન કરવાનું કહ્યું ત્યારબાદ આ સેવાભાવી યુવાનોએ પોતાના ફેસબુક એકાઉન્ટ માંથી લાઈવ થઈ ને દીકરી નો જીવ બચાવવા માટે એક પહેલ કરી અને જોતજોતામાં માત્ર બે દિવસમાં જ દીકરીના ઓપરેશન નો ખર્ચ એકઠો કરી અને દીકરી નો જીવ બચાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ ઉપરાંત દીકરીના પરિવારને આ યુવાનો દ્વારા રોજેરોજ ફ્રૂટ, દૂધ જેવી ચીજવસ્તુઓ તેમજ ઓપરેશનો ખર્ચ ચૂકવ્યા બાદ નાણાં વધશે તો એ નાણાં માંથી પરિવાર ને રાશન કીટ આપવાનું નક્કી કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *