30/09/2020
Breaking News

મોરબીમાં સર્વેલન્સ ટીમ દ્વારા થઇ રહેલ કાબિલેદાદ કામગીરી

મોરબી જિલ્લામાં કોરોના અંગેના સર્વે માટે સ્થાનિક કક્ષાએ સર્વેલન્સ ટીમો બનાવીને શહેરી તેમજ સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા ઘર-ઘર જઇને ટેમ્પરેચર ચેક કરવાનું તેમજ પરિવારમાં કોઇને શરદી, ખાંસી, ઉધરસ કે તાવ જેવી તકલીફ હોય તો તેમને ધન્વતરી રથના માધ્યમથી જરૂરી સારવાર તેમજ જો કોઇને કોરોનાના લક્ષણ દેખાય તેવા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન પરિવાર સભ્યોના નામ તેમજ સ્વાસ્થ્ય અંગેની પૂછપરછ કરવામાં આવે છે. ઉપરોક્ત તસવીરમાં સર્વેલન્સ ટીમના સભ્યો દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલ સર્વેની કામગીરી દ્રશ્યમાન થાય છે.

રીપોર્ટર- મયંક દેવમુરારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *