29/09/2020
Breaking News

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનાં નામે છેતરપીંડી કરનારને પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનાં નામે છેતરપીંડી કરનારને પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદિ જયશ્રીબેન સંજીવભાઇ ઉપાધ્યાય નાઓએ આરોપી વિશાલભાઇ ભરતભાઇ પંચોલી રે . મોરબી વાળા વિરૂધ્ધ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવનો વિશ્વાસ આપી કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ આવેલ આવાસ યોજનાના મકાન બતાવી રોકડ રૂ . ૮૫૦૦૦ / – લઇ મોરબી નગરપાલીકાના ખોટા સહી – સીક્ક વાળી પહોચ આપી છેતરપીંડી કરેલાની તથા અન્ય લોકોના સાથે આવી રીતે છેતરપીંડી કરી કુલ રૂ . ૩૧૫૦૦૦ / – ની છેતરપીંડીની ફરીયાદ આપતા જે અંગે મોરબી સીટી એ . ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ . ર . નં . ૧૧૧૮૯૦૦૩૨૦૦૧૫ ૨૦૨૦ મુજબનો ગુન્હો રજી . થયેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર . જે . ચૌધરી સુચનાથી ત . ક . અ . પો . સબ . ઇન્સ . બી . ડી . પરમાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપીને સોધી કાઢવા તપાસ તજવીજ શરૂ કરતા મોરબી રવાપર રોડ ખાતેથી આરોપીને પકડી પાડી પો . સ્ટે . લાવી સઘન પુછ – પરછ કરતા આરોપી એ ઉપરોક્ત ગુન્હાની કબુલાત આપતા આરોપી વિશાલભાઈ ભરતભાઇ પંચોલી રહે . અશોક પાર્ક , નવલખી રોડ , મોરબી વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે .
રિપોર્ટર
મયંક દેવમુરારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *