28/09/2020
Breaking News

ભચાઉ તાલુકાના કબરાઉ ગામની શ્રીકૃષ્ણનગર(કબરાઉ)પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરીના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ભચાઉ તાલુકાના કબરાઉ ગામની શ્રીકૃષ્ણનગર(કબરાઉ)પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરીના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો-વિધાર્થી દ્વારા ખુબજ મહેનત કરવામાં આવી. જેમાં બાળકોના ઉત્સાહમાં વધારો કરવા ગ્રામજનો મોટીસંખ્યા માં ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ગામલોકો દ્વારા બાળકોને ઇનામો આપવામાં આવ્યા.જેમાં અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને હિન્દુ યુવા સંગઠન- કબરાઉ, ગૌસેવા સમિતી ભચાઉના પ્રમુખ- જાડેજા અનિરુધ્ધસિંહ, ઉપ પ્રમુખ- જાડેજા અશોકસિંહ, મંત્રી-જોષી બળદેવભાઇ, મહામંત્રી-આહિર સુનિલ, સહમંત્રી-રબારી સાકળાભાઇ, કારોબારી-યશપાલસિંહ જાડેજા દ્વારા ગામની નવી જન્મેલ દિકરીઓ તેમજ શાળામાં ભણતી તમામ દિકરીઓને સોનાની નથણી ભેટ આપવામાં આવી જે ભચાઉ તાલુકો તેમજ સમગ્ર કચ્છ જિલ્લામાં દિકરીઓના સન્માનનો નવતર પ્રયોગ કહી શકાય.
………
રીપોર્ટ. રાણાભાઇ આહિર ભચાઉ-કરછ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *