28/09/2020
Breaking News

ગોંડલ એસ ટી ડેપો નું કામ બંધ પડતાં એસ ટી તંત્ર ની ઢીલી નીતિ માટે મુખ્યમંત્રી ને પત્ર લખાયો,

ગોંડલ એસ ટી ડેપો નું કામ બંધ પડતાં એસ ટી તંત્ર ની ઢીલી નીતિ માટે મુખ્યમંત્રી ને પત્ર લખાયો,
ગોંડલ
ગોંડલ ખાતે ઘણા સમય થી બંધ પડેલ એસ ટી ડેપો નું કામ પુન: શરૂ કરવા માટે અને એસ ટી તંત્ર ની ઢીલી નીતિ માટે ગોંડલ ના જાડેજા કુલદીપસિંહ જનકસિંહ(કાલમેઘડા) દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો હતો અને જણાવ્યુ હતું કે ગોંડલ બસ સ્ટેન્ડ નું કાર્ય આશરે 1 મહિના થી બંધ પડેલ છે અને તેનો કોન્ટ્રાક્ટ 9 મહિના માં પૂરું કરવાની જગ્યાએ 3-3 વર્ષ થવા છતાં આજદિન સુધી કામ અડધે પણ પહોચ્યું નથી જે અંગે એસ ટી તંત્ર ની સ્પસ્ટ ઢીલી નીતિ ગણી શકાય. છેલ્લા 3-3 વર્ષ થી ગોંડલ ની મુસાફર જનતા ટાઢ-તડકો-વરસાદ સહન કરે છે તેમ છતાં કોઈ જ અધિકારી કે રાજકીય આગેવાનો દ્વારા આ અંગે રસ દાખવેલ નથી અને જ્યારે ઉદઘાટન કરવામાં આવશે ત્યારે નામી-અનામી આગેવાનો અને અધિકારીઓ હાજર રહેસે પણ અત્યારે કોઈ જ આ બાબતે કઈ કહેવા માગતું નથી તેમ પણ જણાવ્યુ હતું. આ અંગે આપના દ્વારા કોઈ અધિકારી ની નિમણૂક કરી ગોંડલ એસ ટી ડેપો ની મુલાકાત કરવામાં આવે તો સાચી પરિસ્થિતિ જાણી સકાસે અને આપના દ્વારા અંગત રસ દાખવવામાં આવે તેવી અપીલ કરી હતી.
આશિષ વ્યાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *