28/09/2020
Breaking News

૨૨ લાખ ના દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડતી મોરબી એલ . સી . બી

૨૨ લાખ ના દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડતી મોરબી એલ . સી . બી .
મોરબી એલ . સી . બી . પોલીસ ઇન્સ્પેકટર વી . બી . જાડેજા એ જરૂરી સૂચના આપતા ગઈ તા . ૨૯ / ૦૧ / ૨૦ ના રોજ એલ . સી . બી . મોરબીના પો . હેડ કોન્સ . ઇશ્વરભાઇ કલોતરા તથા ચંદુભાઇ કાણોતરાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ટ્રક નરબ MH – 48BM – 1128 વાળીમાં ધ્રાંગધ્રા તરફથી અંગ્રેજી દારૂનો જથ્થો ભરી નિકળનાર છે . જે હકીકત આધારે હળવદ હરીદર્શન હોટલ સામે વોચ ગોઠવતા હકિકત વાળી ટ્રક નિકળતા જેને રોકવા ઇશારો કરતા ટ્રક રોકાયેલ નહી અને રાણેક પર રોડ થઇ કેનાલે થઇ સરા રોડ તરફ જતા ટ્રકનો પીછો કરી સરા રોડ ઉપરથી સદરહું ટ્રકને પકડી પાડી સદરહું ટૂંક માથી બે આરોપીઓ તથા નીચેની વિગતે મુદામાલ મળી આવેલ છે . પકડાયેલ આરોપીઓના નામ : – ( ૧ ) દિનેશ કોહલારામ બિશ્નોઇ જાતે . ગોદારા , ઉ . વ . ૨૭ રહે . ડડુસણ , પોસ્ટ – બાવરલા , થાના – સરવાના , તા સાંચોર , જી . ઝાલોર , રાજસ્થાન ( ૨ ) બળવંતસિંહ ઉર્ફે વિશાલ ડro દાનુભા હમીરજી ઝાલા જાતે ક્ષત્રિય ઉ . વ . ૨૫ , રહે . ગામ – જીવા , તા . ધ્રાંગધ્રા , જી . સુરેન્દ્રનગર . > પકડાયેલ મુદામાલની વિગત : – અલગ અલગ બ્રાંડની અંગ્રેજી દારૂની બોટલો નંગ – ૬૯૧૦ કિં . રૂ . ૨૧ , ૬૪ , ૫૦૦ / – તથા ટાટા ટ્રક રજી . નં . MH – 48 – BM – 1128 કિ . રૂ . ૧૦ , ૦૦ , ૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ – ૨ કિ . રૂ . ૧૫ , 000 / – મળી કુલ કિ . રૂ . ૩૧ , ૭૯ , ૫oo / > પકડવાના બાકી આરોપીઓની વિગત : – ( ૧ ) માલ મોકલનાર : – કાળુભાઇ બિશ્નોઇ રહે , ધોરીમન્ના , તા . ધોરીમન્ના , જી . બાડમેર , ( ૨ ) માલ મંગાવનાર : – પ્રદિપસિંહ ઉર્ફે પદુભા ચંદુભા ઝાલા જાતે ક્ષત્રિય રહે . ગામ – જીવા , તા . ધ્રાંગધ્રા , જી . સુરેન્દ્રનગર
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *