28/09/2020
Breaking News

કુંડા ગામે શ્રી ટહુકાની ચેહર માતાજીના મંદિરે ચેહર માં નો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

કુંડા ગામે શ્રી ટહુકાની ચેહર માતાજીના મંદિરે ચેહર માં નો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો
પ્રાપ્ત વિગત અનુસાર લુણાવાડા તાલુકાના કુંડા ગામે ચેહર માતાજીના મંદિરે બારીઆ રાયજીભાઈ તથા ભક્તજનો દ્વારા વસંત પંચમી નિમિત્તે ચેહર માતાજીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. કુંડા ગામની અંદર ચેહર માતાજી ની પ્રતિષ્ઠા સંવત ૨૦૭૧ના ચૈત્રી વદ ૧૨ ને ગુરુવારે તારીખ ૧૬/૦૪/૨૦૧૫ ના રોજ કરવામાં આવી હતી. આ માતાજીના મઢમાં ચેહર માં, ચામુંડા માં અને નાગણેશ્વરી માં એમ ત્રણ માતાજી બિરાજમાન છે. આ મઢની અંદર દર રવિવારે મોટી સંખ્યામાં માઈ ભકતો દર્શન માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રી ટહુકા ની ચેહર માતાજીના જન્મદિન નિમિત્તે મઢમા માતાજીનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ત્યાં માતાજીના મઢમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બધા ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો હતો. આમ શ્રી ટહુકા ની ચેહર માતાજી નો જન્મ દિવસ કુંડા ગામે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *