28/09/2020
Breaking News

બાબરા રાજકોટ-ભાવનગર નેશનલ હાઈવે પર આજ રોજ અકસ્માતો ના બે બનાવ બન્યા.

બાબરા
તા.૩૧/૧/૨૦૨૦
બાબરા રાજકોટ-ભાવનગર નેશનલ હાઈવે પર આજ રોજ અકસ્માતો ના બે બનાવ બન્યા.
બાબરા શહેર મા થી પસાર થતો રાજકોટ-ભાવનગર નેશનલ હાઈવે જાણે અકસ્માતો નો પોઈંટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ હાઈવે પર આજે અકસ્માતો ના બે બનાવ બનવા પામ્યા છે. એક બનાવ બાબરા ના ઉંટવડ પાસે અને બીજો બનાવ ચાંવડ ગામ નજીક બન્યો હતો. જાણવા મળતી માહીતી પ્રમાણે રાજકોટ-ભાવનગર નેશનલ હાઈવે પર બાબરા નજીક આવે ઉંટવડ ગામ પાસે દંપતી કોઈ પ્રસંગ પતાવી પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે કન્ટેનર સાથે બાઈક અથડાતા પત્ની ની નજર સામે જ પતી નું કમકમાટીભર્યું મોત થયા નું જાણવા મળેલ છે. મૂતક નું નામ જ્યંતિભાઈ ચૌહાણ (ઉ.વ.૬૩) જ્યારે પત્ની ની હાલત ગંભીર હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અકસ્માતમાં દંપતી ખંડીત થતા પરિવારજનો માં શોક ની લાગણી પ્રસરી ગઈ છે. જ્યારે આજ રોડ પર બીજો એક અકસ્માત નો બનાવ બાબરા ના ચાંવડ ગામે થયો હતો. જેમા યુટિલિટી પાછળ જાનની કાર ઘુસી જતા ૬ જાનૈયાઓને ઈજા પહોંચતા ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયા હતા. યુટ્લીટીએ અચાનક બ્રેક મારતા અકસ્માત થયો હતો. જાણવા મળ્યું છે કે આ જાનૈયા બાબરા ના નડાળા ગામે થી નીકળેલી હતી અને આ જાનની કાર ચાંવડ ગામે પહોંચી હતી ત્યારે આગળ જતી યુટિલીટીએ અચાનક જ બ્રેક મારી હતી જાન ની કાર યુટિલીટી સાથે ધડાકાભેદ અથડાઈ હતી આ કાર માં સવાલ ૬ જાનૈયાઓને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ મારફત બાબરા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આમ રાજકોટ-ભાવનગર હાઈવે પર આજે બે અકસ્માત ના બનાવ બનતા બાબરા પંથક માં અરેરાટી પસરી ગય છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *