28/09/2020
Breaking News

બાબરા માં સ્વચ્છતા ના અભાવે ગંદકી ની ત્રસ્ત વેપારીઓ દ્વારા અપના હાથ જગન્નાથ: મેઈન બજારમાં સફાઈ યજ્ઞ

બાબરા
તા.૩૧/૧/૨૦૨૦
બાબરા માં સ્વચ્છતા ના અભાવે ગંદકી ની ત્રસ્ત વેપારીઓ દ્વારા અપના હાથ જગન્નાથ: મેઈન બજારમાં સફાઈ યજ્ઞ
બાબરા માં મુખ્ય બજારો રહેણાંક વિસ્તાર અને વ્યાપારી સંકુલો પાસે છેલ્લા કેટલાય મહિનાઓથી ગંદકી નું સામ્રાજય પ્રસરી વળ્યું છે. પરંતું સ્થાનિક જવાબદાર તંત્ર તરફ થી સ્વચ્છતા અંગે કોઈ પગલાં લેવાયા નથી. તેનાથી કંટાળી ગયેલા અને ત્રસ્ત વેપારીઓએ જાતે સફાઈ કામનો યગ્ન શરૂ કરી દેવો પડ્યો છે. દુકાનદારોએ મેઈન બજારો માં પોતે પોતાની દુકાનની સામે સફાઈ અભિયાન નો પ્રારંભ કરી દિધો છે. અને એક જ પ્રશ્ન થય રહેયો છે કે નગરપાલિકા મા આટલો વેરો ભરવા નો છું ફાયદો? બાબરા નગરપાલિકા વોર્ડ નંબર ૪ ના ભાજપ ના નગરસેવક વસંતભાઈ તેરૈયાએ આજે સવારે બજારો માં ફરી જાત માહિતી મેળવી હતી વેપારીઓ દ્રારા અવાર નવાર નગરપાલિકા માં રજુવાત કરવામાં આવી હતી. સફાય કામદારો બરાબર સફાઈ કરતાં ન હતા મન ફાવે તે રીતે અને મનફાવે ત્યાં જ સફાઈ કરતાં હતાં. આ અંગે વેપારીઓએ નગરપાલિકા તંત્ર નું ધ્યાન ખેસી સફાઈની માંગણી કરી હતી પરંતું તંત્ર ના પેટનું પાણી હલતું ન હતું. છેલ્લા કેટલાય સમયથી તો અનેક વોર્ડ માં સ્ટ્રીટ લાઈટના કનેક્શન પણ કપાઈ ગયા છે પાલિકાએ વીજ બિલ પેટે રૂ.૩ કરોડ ચૂકવવાની બાકી છે. હવે પાણી અને લાઈટ ના કનેક્શન કપાઈ જવાની શક્યતાઓ વધી ગય છે. આવી અનેક સમસ્યાઓ બાબરા નગરપાલિકા ની હદ મા છે તો પણ પાલિકા ના સતાધીશો નું પેટનું પાણી હલતું નથી. બાબરા મા કોઈ પણ બજારો મા જઈએ ત્યાં કોઈ ને કોઈ સમસ્યાઓ હોઈજ છે. શું પાલિકા સતાધીશો ને પ્રજા ની હાલાકી દેખાતી નથી? કે બધુ દેખાય છે સતા આંખ આડા કાન કરવા મા આવી રહ્યા છે? આવા અનેક સવાલો લોકો મા થઈ રહ્યા છે. લોકો માત્ર એક આશા રાખીને બેઠા છે કે આજ નહી તો કાલ પાલિકા ને આ બાબરા શહેર ની હાલત દેખાશે તો ખરા.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *