28/09/2020
Breaking News

મારામારીનાં ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

બાબરા
તા.૩૦-૦૧-૨૦૨૦
મારામારીનાં ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા  પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી  બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૩૬/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૬(૨) વિ. મુજબના ગુન્‍હાના કામે ગુન્‍હો કરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને અમરેલી, નાના બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.           
પકડાયેલ આરોપી
બાબુભાઇ આંબાભાઇ ચણીયારા, ઉ.વ.૪૦, રહે.ચિભડા તા.લોધીકા જી.રાજકોટ મુળ રહે. ગરણી તા.બાબરા જી.અમરેલી વાળાને આજરોજ તા.૩૦/૦૧/૨૦૨૦ ના કલાક ૧૩/૦૦ વાગ્યે પકડી પાડી આગળની કાર્યવાહી થવા અમરેલી શહેર પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *