28/09/2020
Breaking News

આધ્યાત્મિક ભવ્ય સત્સંગ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની પાવન છત્રછાયામાં નિરંકારી સંત સમાગમ

આધ્યાત્મિક ભવ્ય સત્સંગ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની પાવન છત્રછાયામાં નિરંકારી સંત સમાગમ
ગુજરાતની પાવન ધરતી પર નિરંકારી મિશનના વર્તમાન સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ના પાવન ચરણકમળના સાક્ષાત દર્શન કરવા માટે સંતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દાહોદ ના જોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે નિરંકારી મિશનના વર્તમાન સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ગુજરાતની ધરતી ઉપર 7 દિવસ પધારીને સંપૂર્ણ માનવજાતિને તેમના પવિત્ર પ્રવચનો દ્ધારા લાભાન્‍વિત કરશે.
ગુજરાતમાં પ્રથમ નિરંકારી સંત સમાગમ ૭ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ વાપી ખાતે યોજાશે. બીજો નિરંકારી સંત સમાગમ ૮ ફેબ્રુઆરી,ના રોજ વડોદરા ખાતે યોજાશે.
ત્રીજો નિરંકારી સંત સમાગમ ૯ ફેબ્રુઆરી,ના રોજ ભાવનગર ખાતે યોજાશે.ચોથો નિરંકારી સંત સમાગમ ૧૦ ફેબ્રુઆરી,ના રોજ જૂનાગઢ ખાતે યોજાશે.
પાંચમો નિરંકારી સંત સમાગમ ૧૧ ફેબ્રુઆરી,ના રોજ રાજકોટ ખાતે યોજાશે.છઠ્ઠો નિરંકારી સંત સમાગમ ૧૨ ફેબ્રુઆરી,ના રોજ ગાંધીધામ ખાતે યોજાશે.સાતમો નિરંકારી સંત સમાગમ ૧૩ ફેબ્રુઆરી,ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.આ સાત સમાગમ સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજની પવિત્ર છત્રછાયામાં યોજાશે.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *