28/09/2020
Breaking News

આર.એચ.જાની હિંગવાલા હાઈસ્કૂલ ની 70 માં વર્ષની ભવ્ય ઉજવણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.

 આર.એચ.જાની  હિંગવાલા હાઈસ્કૂલ ની 70 માં વર્ષની ભવ્ય ઉજવણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.
1951 માં સ્થપાયેલી બીજ આજે વટવૃક્ષ બન્યું છે
હિંગવાલા હાઈસ્કુલ માં અત્યાર શુધિમાં અનેક પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે.
આપણે વાઈટ કોલર જોબ કરવાવાળા વિદ્યાર્થીઓ જ પેદા કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ વિશ્વનો કોઈપણ દેશ 100% વ્હાઇટ કોલર જોબ આપી શકે તેમ નથી– પ્રાથમિક શિક્ષણ નિયામક (એમ.આઈ.જોશી)
 બડોલી: ઇડર તાલુકાના બડોલી ગામે શ્રી આર. એચ. જાનિ હિંગવાલા હાઈસ્કૂલ ની શરૂઆત આજથી સિત્તેર વર્ષ અગાઉ 1951 માં કરવામાં આવી હતી. ત્યારે હાઈસ્કૂલના 70 વર્ષની ઉજવણી કરવાનું બડોલી વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે 25 અને 26 જાન્યુઆરી 2020 ના રોજ શાળામાં 1200 થી પણ વધુ વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા હતા. તેમજ ભૂતપૂર્વ ગુરુજી ઓ ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધાર નાર સર્વે નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય ડી.એસ.પટેલ હાર્દિક સ્વાગત કરાયું હતું. હાજર મહેમાનોનું  સાલ ,મોમેન્ટો અને ફુલછડી થી ભવ્ય સ્વાગત કરાયું હતું.
      આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઈ જોષી દિપ પ્રાગટ્ય કરી પસંદને ખુલ્લો મુક્યો હતો. ઉદ્ઘાટક તરીકે જયપ્રકાશ પંડયા (પ્રમુખ ગ્રાહક તકરાર નિવારણ, ફોરમ અમદાવાદ ગ્રામ્ય) હાજર રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉ. રમણભાઈ પટેલ, ડૉ. બીપીનભાઈ પટેલ, પ્રો. ચેતનાબેન, વરિષ્ઠ પત્રકાર જેન્તીભાઈ દવે,વિનોદભાઈ સોની, વિનોદભાઇ જાની, હસમુખભાઈ જાની, જીગરભાઈ જાની, કમલેશભાઈ ત્રિવેદી, ડૉ. નરેન્દ્રભાઈ ભટ્ટ, શંકરભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
   આ પ્રસંગે એમ.આઈ.જોષી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે  આપણી પાસે અત્યારે 1,98,000 જ શિક્ષકોને નોકરી આપી શકાય તેમ છે. તેથી આપણે વાઈટ કોલર જોબ વાળા વિદ્યાર્થીઓને તૈયાર કરવાના બદલે ટેકનિકલ શિક્ષણ આપી ટેકનિશનો તૈયાર કરવા જોઈએ. વિદ્યાર્થી પોતાનું ભરણપોષણ જાતે કરી શકે તેવી ક્ષમતા વાળો બની શકે તે પ્રમાણેના શિક્ષણની આજે તાતી જરૂરિયાત છે. અક્ષરજ્ઞાન એકલું આપવાની જગ્યાએ જીવનજ્ઞાન આપી બાળકોને તૈયાર કરવા જોઈએ તે જ અમૂલ્ય છે તેનું ધ્યાન રાખવું જોઈએ. બડોલી શાળા આજે 70 વર્ષ પૂર્ણ કરી રહી છે. તેને વટવૃક્ષ બનાવવા ભૂતપૂર્વ આચાર્ય સ્વ.પ્રવીણ ભાઈ દેસાઈ નો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે.તેવું ખાસ ભાર પૂર્વક જણાવ્યું હતું.
     આ શાળા 70 વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે આ શાળાએ ડોક્ટરો ,એન્જિનીયરો, વકીલો, શિક્ષકો ,પ્રોફેસરો અને ખૂબ જ સારા ઉદ્યોગપતિઓ આપ્યા છે. શ્રી જયપ્રકાશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ તેમજ પ્રોફેસર ચેતનાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું પુસ્તકીય લાઇબ્રેરીની જગ્યાએ ઈ લાયબ્રેરી બનાવવાની જરૂર છે. અત્યારના સમયમાં ઈ-પેપર વધુ વંચાય છે. જ્યારે ડોક્ટર બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું નઈ પણ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ઉજવણી છે.
તેમજ 25 જાન્યુઆરી ના સાંજના કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા ઉપસ્થિત રહ્યા હતા .તેમજ શ્રી ભીખાભાઈ પ્રજાપતિ (સદગુરુ પરિવાર, અમદાવાદ), આર. સી. પટેલ (પ્રમુખ સા.કાં. આચાર્ય સંઘ) ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહપૂર્વક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના કે. જી.1 થી માંડી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અતિભવ્ય કૃતિઓ અને સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરીને માનવ મેદની ને રોમાંચક કરી દીધી હતી. આ પ્રસંગે ભૂ.પૂ. શિક્ષકો, ભૂ. પૂ.વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ભૂ. પૂ. ગુરુદેવનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
      તારીખ 26 મી જાન્યુઆરીના રોજ સવારે સમારંભના અધ્યક્ષ શ્રી અજીતસિંહ જાડેજા એડવોકેટ અમદાવાદ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું સવાર ના સેશન માં  ઉદ્ઘાટક તરીકે ડૉ. અમૃતભાઈ પી. સુથાર અને અતિથિવિશેષ તરીકે ડૉ. પી. ડી. પટેલ, જતીનભાઈ કે. શેઠ, સરપંચ કલ્પનાબેન પટેલ ,તેમજ  કિરીટભાઈ નાયક હાજર રહ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પણ કરાયું હતું. શાળાના શિક્ષક મુકેશભાઈ પટેલ દ્વારા પરિવાર ગીત પર પર્ફોમન્સ આપી સમગ્ર સ્ટાફને સ્ટેજ પર લાવતા ભૂતપૂર્વ ગુરૂજીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  શાળાના ટ્રસ્ટીઓ તેમજ વર્તમાન શિક્ષકોને વર્તમાન બાળકોની હાજરીમાં સમગ્ર એક સુંદર પરિવાર નું નિર્માણ થયું હોય તેવો ભવ્ય  દ્રશ્ય રજૂ થયું હતું.
 શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનોને સ્વરુચિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. વર્ષો બાદ બહારથી પોતાની શાળામાં આવેલા વિદ્યાર્થીઓ ને પોતાના બચપણની યાદો તાજા થઇ હતી .કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવાઈ હતી.
સમગ્ર કાર્યક્રમ સંદર્ભે મંડળ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીગરભાઈ જાની ચેરમેન શ્રી કમલેશભાઈ ત્રિવેદી અને અધ્યક્ષ  ડૉ. નરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ સમસ્ત ટ્રસ્ટી ગણ દ્વારા શાળા પરિવારનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *