28/09/2020
Breaking News

બાબરા તાલુકાના ચમારડી ગામનાં યુવકે ૧૧ વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો.

બાબરા
તા.૦૪/૦૨/૨૦૨૦
બાબરા તાલુકાના ચમારડી ગામનાં યુવકે ૧૧ વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો.
(સમગ્ર બાબરા પંથક માં રોષ ઉભો કરતી ઘટના, ભાઈ ને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું.)
બાબરા પંથક મા એક ગ્રામ્ય વિસ્તાર માં રહેતી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય બાળકી ને રાત્રી ના સમયે ઘરની બહાર બોલાવી ચમારડી ગામે રહેતા અને અગાઉ પણ દારુ ના ધંધા માં ઝડપાયેલા ભરત ઉર્ફે ગાડર ધનજીભાઈ પડસાળા નામના આશરે ૨૯ વર્ષીય ઢગાએ કિશોરી ની એકલતા નો લાભ લઈ અંધારા માં કોટ ઉપર સુવડાવી શરીરે હાથ ફેરવી બાદમાં તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
આ બનાવ માં ભોગ બનનાર કિશોરીની માતાએ આરોપી સામે પોલિસ ફરીયાદ માં જણાવ્યું હતું કે અગાઉ પણ આ કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ કિશોરી ને ધમકી પણ આપેલ કે જો આ વાત કોઈને કરશે તો કિશોરી ના ભાઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ મા પોલિસ આરોપી ને ઝડપી ને કાયદેસર કાર્યવાહી સરુ કરી છે. ત્યારે બળાત્કાર ની ઘટનામાં સતત વધારો થતા સભ્ય સમાજ માં ચિતાની લાગણી જોવા મળી રહી છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *