28/09/2020
Breaking News

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આગામી રવિવારે સપ્તમ્ સમુહ લગ્નનું આયોજન.

બાબરા
તા.૦૪/૦૨/૨૦૨૦
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આગામી રવિવારે સપ્તમ્ સમુહ લગ્નનું આયોજન.
(૨૦ નવદંતિઓ પ્રભુતામાં પગલા પાડશે, આટકોટ નાં સર્વજન હિતાય સેવા સંસ્થાન દ્રારા આયોજન)
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રાજકોટ-ભાવનગર રોડ પર આવેલ વૃંદાવન ફાર્મ ખાતે તા.૯/૨ને રવિવારના રોજ સપ્તમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વીસ નવદંપતિ પ્રભુતામા પગલા પાડશે. જાન આગમન બપોરના ૩ કલાકે, સામૈયા સાજે ૪ કલાકે, હસ્તમેળાપ સાજે ૭ કલાકે, ભોજન સમારંભ રાત્રે ૭:૩૦ કલાકે, આશીર્વચન રાત્રે ૮ કલાકે તેમજ કન્યા વિદાય રાત્રે ૯ કલાકે થશે. લગ્ન ના આચાર્ય શાસ્ત્રી આશિષભાઈ ડી. ભટ્ટ અને તેની ટીમ રહેશે.
આ સમારોહના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મુખ્ય મહેમાન પરેશભાઈ ધાનાણી વિરોધપક્ષ નેતા, અતિથિ વિશેષ ડો.ભરતભાઈ બોધરા, ચેરમેન સરદાર સહભાગી જળસંચય યોજના, આશીર્વચન પ.પુ.આત્માનંદ સરસ્વતીજી, ભજનાનંદ આશ્રમ હડદડ (બોટાદ), દીપ પ્રાગટય પુ. આઈશ્રી વાલબાઈ માં તેમજ વીરજીભાઈ ઠુંમ્મર ધારાસભ્ય બાબરા-લાઠી, દ્રારા કરવામાં આવશે. તેમજ મુખ્ય અતિથિ વિશેષ નારણભાઈ કાછડીયા સાંસદ અમરેલી, જે.વી.કાકડિયા, અમરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, રવજીભાઈ વાઘેલા, પ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી, મીનાબેન પી. કોઠીવાળ ચેરમેન શિક્ષણ સમિતી અમરેલી વગેરે મહાનુંભાવો ઉપસ્થિત રહેશે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *