28/09/2020
Breaking News

બાબરા તાલુકાના કોટડાપીઠા માં જાહેર બજારમાં આવેલ રહેણાંક મકાનમાં તસ્કરોનાં ખાખાખોળા.

બાબરા
તા.૦૪/૦૨/૨૦૨૦
બાબરા તાલુકાના કોટડાપીઠા માં જાહેર બજારમાં આવેલ રહેણાંક મકાનમાં તસ્કરોનાં ખાખાખોળા.
(તસ્કરોની રંજાડ વધતા ગામજનો માં ફફડાટ)
બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે મેઈન બજાર માં રહેતા જીતેન્દ્રભાઈ ગીરીશભાઈ જોષી ને ત્યાં ગત રાત્રી ના તસ્કરો ત્રાટકયા હતા. રુમના તાળા તોડી અંદર રહેલા કબાટો તોરી પર સામન કપડા-લતા વગેરે રફે-દફે કરી નાખેલ. પરંતું સદભાગ્યે કશુ ગયેલ નથી. આ અગાઉ વાવડા રોડ પર પ્લોટ વિસ્તાર માં રહેતા હરીભાઈ ગોંડલીયા ના મકાન માં પ્રવેશી રૂમના તાળા તોડી રૂમમાં રહેલ કબાટ તોડી તેમાં રહેલ સર-સામન, કપડા-લતા વગેરે રફે-દફે કરી નાખેલ તેમજ શૂટકેશ વાવડા રોડ પર ફેંકી દીધેલ. સદભાગ્યે ત્યારે પણ કઈ ગયેલ ન હતું. તેથી પહેલા અહીંના ખાનપર ચોકડી પર હાઈવે પર બે દુકાનોને નિશાન બનાવેલ તેમાં પંદર હજાર ની ચોરી થયેલ, છેલ્લા બે ચોરીમાં મકાન માલિક ના ઘરમાં થી કશું ગયેલ ન હોય પોલિસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. આમ તસ્કરો વારંવાર કોટડાપીઠા ને નિશાન બનાવતા ગામજનો માં ફફડાટ વ્યાપેલ છે. પોલિસ ખાતાને રાત્રી ના સઘન પેટ્રોલીંગ કરવાની જરુર છે. તેવું લોકોનું કહેવું છે. તેમજ બાજુના પાનસડા ગામે પણ ગત રાત્રી ના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવેલ હોવાનું જાણવા મળેલ છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *