28/09/2020
Breaking News

બાબરા ના અમરાપરા વિસ્તારમાં ફરી ભૂગર્ભ ગટર ના પાણી માર્ગો પર ફરી વળ્યા

બાબરા
તા.૦૩/૦૨/૨૦૨૦
બાબરા ના અમરાપરા વિસ્તારમાં ફરી ભૂગર્ભ ગટર ના પાણી માર્ગો પર ફરી વળ્યા
બાબરા માં અમરાપરા ના નાના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ઘણા મહિનાઓથી ગટર નાં ગંદા પાણી ને લીધે દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અવારનવાર આ બાબતને લઈને પાલિકા ને લેખીત તેમજ મૌખિક રજુવાતો પણ કરવામાં આવી છે. પણ પાલિકા આ બાબતે ધ્યાન આપતી નથી. આ બાબતે આ સમસ્યા થી પીડિત એક દુકાનદારે જણાવ્યું હતું કે જ્યારે પણ પાણી વિતરણ નો વારો હોય ત્યારે મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહે છે. અને એટલી હદે દુર્ગંધ મારે છે કે અમે દુકાનમાં બેસી જ નથી શકતા અને અમારી દુકાને આવતા ગ્રાહકો ને અમારી દુકાનમાં આવવું પણ મુશ્કેલ બને છે. ગંધાતા પાણી માં થી પસાર થઈને અમારી દુકાનમાં આવું પડે છે. અનેકવાર રજુવાત કરવા છતા પણ આ બાબત નો કોઈ નિવેડો લાવવામાં આવતો નથી હવે ક્યારે પાલિકા આ બાબતે ધ્યાન આપી વેપારીઓ તેમજ રાહદારીઓ ને સમસ્યામાં થી મુક્તિ અપાવશે. બાબરા શહેર મા દિવસ ઉકે એટલે કોઈ ને કોઈ મુશ્કેલી ઉભિ જ હોય છે પાલિકા ને આ બાબતો ધ્યાને જ નથી આવતી.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *