29/09/2020
Breaking News

માળિયા.મી. પોલીસે અધધ..૧૮ લાખના દારૂ સાથે બે શખ્શો પકડી પાડયા

માળિયા.મી. પોલીસે અધધ..૧૮ લાખના દારૂ સાથે બે શખ્શો પકડી પાડયા
માળિયા મી. પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કો. મનસુખભાઇ સવાભાઇ મંઢ ને મળેલ ખાનગી હકીકત મળેલ કે એક આઇશર ટ્રક નં HR – 46 – c – 9033 વાળીમાં ઘાંગ્રધા તરફથી માળીયા તરફ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિકળનાર છે જે હકીકત આધારે અણીયારી ટોલનાકા પાસે રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો વહન કરતા ટ્રક ચાલક તથા કલીનર સહીતનો મુદામાલ પકડવામાં માળીયા ( મી ) પોલીસે સફળતા મેળવેલ છે . પકડાયેલ આરોપી – ( ૧ ) જગદીશકુમાર શ્રીરામમહેરસીંગ ખાતીજ ઉ . વ . ૫ર રહે મુળ નયાગાવ તા બહાદુરગઢ જિ જાજર હરીયાણા તથા હાલ નજફગઢ સુદરનગર સુરજપુર રોડ દિલ્લી ૪૩ નં ( ૨ ) સંતોષ શ્રીપાલસીંગ રાજપુત ઉ . વ . ૩૮ ધંધો ડ્રાઈવીંગ રહે કતરાવલ તા જિ બાંદા ઉત્તરપ્રદેશ
પકડાયેલ મુદામાલની વિગત – પાર્ટી સ્પેસીયલ ડીલક્સ વ્હીસ્કી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ – ૨૫૬૮ કિ રૂ ૭૭૦૪૦૦ , રોયલ ચેલેંજ ક્લાસીક પ્રીમીયમ હીસ્કી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ – 3૦૦ કિ રૂ – ૧૨૦૦૦૦ / – , મેકડોવેલ્સ નં . ૧ સુપીરીયર વ્હીસ્કી ની દારૂ ની બોટલ નંગ – ૪૪૪ ની કિ રૂ ૧૭૭૬૦૦ / – રોયલ જનરલ રીઝર્વ વ્હીસ્કી ઇંક્લીશ દારૂની બોટલો નંગ ૪૫૬૦ કિ રૂ ૪૫૬૦૦૦ / – જીન્સબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર ટીન નંગ ૨૮૩ ૨ કિ રૂ ૨૮૩ ૨૦૦ / – તથા આઈશર કંપનીની ટ્રક રજી . નં . HR – 46 – c – 9033 જેની કિ ૩ ૧૦૦૦૦૦૦ / – ગણી કુલ મુદામાલ ૨૮ , ૧૨ , ૭૦૦ / – ના મુદામાલ પકડી પાડવામાં માળિયા મી.પોલીસને સફળતા મળી છે
રિપોર્ટર
મયંક દેવમુરારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *