28/09/2020
Breaking News

અરવલ્લી :બાયડના સમાસ ખાતે સરસ્વતી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ તથા સન્માન કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી :બાયડના સમાસ ખાતે સરસ્વતી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ તથા સન્માન કાર્યક્રમ યોજાયો.
બાયડ તાલુકાની સૌથી નાની એવી સરસ્વતી વિદ્યાલય રમાસમાં ખૂબ જ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવ તેમજ સન્માન કાર્યક્રમ યોજવામાં બાયડ- માલપુર ના ધારાસભ્ય જશુભાઈ એસ.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખેતી બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન એવા કનુભાઈ એમ પટેલ, શ્રેષ્ઠ સરપંચ, ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય પ્રદેશ યુવા મંત્રી હિમાંશુભાઈ એન પટેલ,પુંસરી પૂર્વ ધારાસભ્ય અને જાણીતા તબીબ ડોકટર મહેન્દ્રભાઈ એસ. પટેલ રાકેશભાઈ જોષી, નાયબ મામલતદાર દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
કેળવણી મંડળના સૌ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત દાતાઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખૂબ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો.જેમાં શાળાને મોટુ દાન પણ મળ્યું સાથે સાથે તમામ તેજસ્વી તારલાઓ, શિક્ષક મિત્રો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે શાળાના નવનિયુક્ત ઉત્સાહી પ્રિન્સીપાલ ઉન્મેશ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરસ્વતી વિદ્યાલય,રમાસના શાળા પરિવારે કર્યું હતું
રિપોર્ટર : હર્ષ પંડયા
અરવલ્લી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *