25/09/2020
Breaking News

હિંમતનગરની મહિલા કોલેજમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આધારીત વાર્ષિકોત્સવ ઉજવાયો

હિંમતનગરની મહિલા કોલેજમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આધારીત વાર્ષિકોત્સવ ઉજવાયો

    સાબરકાંઠાના હિંમતનગરની  એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ૨૬મો વાર્ષિકોત્સવ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ઉજવાયો હતો જેમાં  છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગો વિધાર્થીનીઓ દ્રારા રજૂ કરાયા હતા.

    મહિલા આર્ટ્સ કોલેજના આંગણે વાર્ષિકોત્સવમાં આજે છત્તીસગઢની સંસ્કૃતિના દર્શન થયા હતા. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા વર્ષ ૨૦૧૫માં ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલના સેવેલા સ્વપ્નને મૂર્તિમંત કરવા સરદારની જન્મજયંતિ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાને ખુલ્લી મુકી હતી.

    જેમ સરદાર પટેલે ભારતના નાના રજવાડાઓને એક તાંતણે બાંધવાનુ ભગીરથ કાર્ય કર્યું હતુ તેવુ જ દેશના વડાપ્રધાને અખંડ ભારતના નિર્માણ માટે રાજ્યો-રાજ્યો વચ્ચે સંબંધો સુધરે, એક રાજ્ય દ્રારા બીજા રાજ્યની ભાષા, સંસ્કૃતિ અને રીત રીવાજોની સમજણ વિકસે તેમજ યુવા પેઢીમાં પોતાની સંસ્કૃતિનુ ગૌરવ વધે તે મુખ્ય હેતુથી આ યોજનાનુ અમલીકરણ કરવામાં આવ્યું છે.

     આ યોજનાથી  રાજ્યો વચ્ચે આંતર સંબંધો વધુ મજબુત બને તે માટે વિવિધ ૨૭ જેટલા કાર્યક્ર્મ અમલમાં મૂક્યા છે. જેમાં ભારતીય નાગરિક જે પણ રાજ્યમાં ફરવા જાય ત્યાંની ખાણી-પીણી, રીત-રીવાજો,ભાષા,કલા,સાહિત્ય અને સંસ્કૃતિની આપલે કરી વિવિધતામાં એકતાની ભાવના વધુ મજબૂત અને સુદ્ર્ઢ બનાવે તે માટે હોમ-સ્ટેનુ આયોજન  કરવામાં આવ્યું છે.

   આ યોજના અંતર્ગત જુદા-જુદા રાજ્યોનુ જોડાણ બે વર્ષ માટે કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત હાલ ગુજરાતનુ જોડાણ છત્તીસગઢ સાથે કરવામાં આવ્યું છે. જેની સંસ્કૃતિ અને રીત-રીવાજોનુ કોલેજની વિધાર્થીનીઓએ આબેહુબ દશ્ય કોલેજ સંકુલમાં ખડુ કર્યુ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાને સાકાર કરી દેખાડી છે.

       આ રંગારંગ કાર્યક્ર્મમાં હિંમતનગરના એલ્યુમનિ એસોસીએશન તરફથી ફનફેરનુ આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ વિધાર્થીનીઓએ વાનગી સહિત વિવિધ વસ્તુઓના ૧૨ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

   આ કાર્યક્ર્મમાં સંસ્થાના ઉપપ્રમુખ સલીમભાઇ વક્તાપુરીયા, કોલેજના આચાર્યશ્રી ડો.એન.આર. શેખ, મુસ્તકીમ વલજીવાલા, એમ.એ.ચાંદનીવાલા, ડૉ. એસ.એ. કુરેશી, ડો. એન.આર. શેખ, કોલેજનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ હાજર રહી હતી.  

નરેશ પટેલ ઇડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *