25/09/2020
Breaking News

પ્રાંતિજ ના ઓરણ ટોલનાકા પાસેથી એક વર્ષ અગાઉ થયેલ કાર,રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો

પ્રાંતિજ ના ઓરણ ટોલનાકા પાસેથી એક વર્ષ અગાઉ થયેલ કાર,રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા ના પ્રાંતિજ ના ઓરણ એક વર્ષ આગાઉ થયેલ ટોલનાકા પાસે ઇનોવા કાર તથા રોકડ રકમની ચોરીનો ભેદ આજે ઉકેલાયો જેમાં ૬ લાખની કિંમતની કાર અને રોકડ રકમ ૧૯૦૦૦/- ચોરી થઈ હતી પ્રાંતિજ પોલીસે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાની ગીરી ગેંગના ચારની અટકાયત કરી હતી જેમાં પોલિસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ચંપાવત તેમજ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ રબારી તથા પ્રાંતિજ પોલીસ સ્ટાફ એલગ અલગ ટિમો બનાવી અલગ અલગ દિશા માં તપાસ કરતા મળેલ બાતમી હકીકત કે પ્રાંતિજ તાલુકા ની ઓરણ નજીક ટોલટેક્સ નજીક એકાદ વર્ષ પહેલાં ઇનોવા ગાડી કિંમત રૂ 600 000 તથા રોકડ રકમ 19 000 તથા મોબાઈલ ની કિંમત 1000 તો કુલ મળી ને 6,20,000 ની લૂંટ થઈ હતી જેમાં આ લુંટ માં જેમાં મુખ્ય સુત્રધાર દિનેશગીરી ઉર્ફે બાપજી પોપટગીરી ની ધરપકડ કરવા પોલીસના ચક્રોગતિમાનજેમાં ઝડપાયેલા આરોપી 1.નરેશ કાળુભાઇ દિપાભાઇ ઓડ રહે.ડીસાસુરેશ વિરચંદ ઓડ રહે.ઉઝા 2.ડુગરસિહ ઉર્ફે ચીકુમાં રજુસિહ રહે.કાકરેજ
3.રાજેશ ત્રિભોવનદાસ પંચાલ રહે.છત્રાલા,તા.ડીસા 4.સુરેશ ભાઈ વીરચંદ ભાઈ ઓડ ઓ સાંડોવાયેલ હોવાની હકીકત જાણવા મળતા આ ઇસમો ની ધરપકડ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછ પરછ કરતા કરેલા ગુન્હા ની કબૂલાત કરતા આરોપી પાસેથી ઇનોવા કાર રૂ.600 000 કબજે કરી પ્રાંતિજ પોલીસે ફ.ગુ.ર નંબર 12/2019 ઇ.પી.કો.લા
કલમ 392,365,120, બી 114 જી.પી એકટ 135 મુજબ ના ગુન્હા નો ભેદ ઉકેલી પ્રાંતિજ પોલીસે આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે

અલ્પેશ નાયક પ્રાંતિજ
BG NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *