30/09/2020
Breaking News

પ્રાંતિજ તાલુકાની પી એચ સી કેન્દ્ર દ્વારા મજરાની આંગણવાડી 1માં કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ તાલુકાની પી એચ સી મજરાની આંગણવાડી 1માં કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર કે યાદવ તેમજ મજરા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હિરલ પટેલના માર્ગદર્શન હેઠર મજરા ગામની આંગણવાડી 1 માં કિશોર સ્વાસ્થ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 10 વર્ષ થી 19 વર્ષ ની કિશોરીઓ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો જેમાં કિશોરી ની ઉમર 10 વર્ષ થી 19 વર્ષ થતા તેમા આવતા શારીરિક ,માનસિક, સામાજિક અને ભાવાત્મક ફેરફાર વિશે જણાવ્યુ જેમાં સમતોલ ખોરાક લેવો , આયનની ગોળી ના લાભ વિશે માહિતી આપવામાં આપવામાં આવી હતી જેમાં માસિક આરોગ્ય વ્યસનમુક્તિ ,નાની વયે લગ્ન , આરોગ્ય શિક્ષણનું તેમના જીવન માં મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી જેમાં
અહીં ઉપસ્થિત કિશોરીઓ નું ઉંચાઈ માપી વજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સાઇકલ સ્પર્ધા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કિશોરીઓ ને સંપૂર્ણ માહિતી એડોલેશન હેલ્થ કાઉન્સિલર લુહાર મોહીનભાઈ તરફ થી આપવામાં આવી હતી

રિપોર્ટર : અલ્પેશ નાયક
મો.8000929130
BG NEWS🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *