25/09/2020
Breaking News

કલોલ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન .

કલોલ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન .

પ્લાસ્ટિક મુક્તિ અભિયાન (PMA) અંતર્ગત કલોલ શહેરની અંદર રેલી યોજવામાં આવી હતી અને 2000 નોન વુવન થેલી નું વિતરણકરવામાં આવ્યું. જેમાં દરેક વેપારીઓને single use plastic બંધ કરવાનું કહી કાપડ ની થેલી વાપરવા આગ્રહ કરવામાં આવ્યો. જેમાં નગરપાલિકાના પ્રમુખ લવભાઇ બારોટ તથા પ્લાસ્ટિક મુક્તિ અભિયાનના કો-ઓર્ડિનેટર કવનભાઈ પ્રજાપતિ તથા રોનકભાઇ રામી હાજર રહ્યા.
તેમજ વેપારીઓને પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ ટાળવાની જણાવ્યું હતું પરંતુ કલોલ શહેરમાં પ્લાસ્ટિકની વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે જોવાનું એ રહ્યું કે હવે કલોલ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકની બેગ ક્યારે બંધ કરાવે છે અને પ્લાસ્ટિક મુક્ત કલોલ શહેર બનાવે છે.
સામાજિક સંસ્થા તથા એનજીઓ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ના અનેક કાર્યક્રમો છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કલોલમાં ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યો છે તંત્ર ક્યારે જાગે તે જોવાનું રહ્યું.

સંજય નાયક
B G News
કલોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *