30/09/2020
Breaking News

અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધીક્ષક દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી


અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધીક્ષક દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી કરવાાંમા આવી જેેેમાં
તા.૧૩.૦૩.૨૦૨૦ ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધીક્ષક શ્રી રાજેન્દ્ર વી.અસારી એ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ માં ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરવા એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરેલ.જે કાર્યક્રમ માં એસ.પી.શ્રી રાજેન્દ્ર અસારી ની મુખ્ય ઉપસ્થિતિ માં જિલ્લાના શ્રી કે.ટી.કામરીયા ના.પો.અધિ.સાંણદ વિભાગ,શ્રી પી.ડી.મણવર ના.પો.અધિ.ST/SC, શ્રી એચ.એસ.સારડા ના.પો.અધિ.મુખ્ય મથક, તથા શ્રી રીયાઝ સરવૈયા પ્રો.ડી.વાય.એસ.પી.,શ્રી ડી.એન.પટેલ પો.ઇ. એલ.સી.બી. તથા શ્રી એન.એમ.ચોધરી પો.સ.ઇ.રીડર શાખા હાજર રહેલ આ કાર્યક્રમ મા વિશેષ ઉપસ્થિતિ માં શ્રી રાકેશ પુજારા ફિલ્મ કલાકાર પણ હાજર રહેલ.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા માં શ્રીમતી શ્વેતા ડેન્યલ્સ પ્રો.નાયબ પોલીસ અધિક્ષનાઓએ કરેલ.જે કાર્યક્રમ ની શરૂઆત માં ધોળકા પ્રાથમિક શાળા ની બાળાઓ સ્વાગતગીત રજુ કરી ને મહેમાનો તથા શ્રોતાઓનુ સ્વાગત કરેલ.બાદ માં આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવા માં આવેલ.આ કાર્યક્રમ માં મહિલા દિવસ અન્વયે વિવિધ વિષયો અને જીવન ના મુલ્યો ને અનુલક્ષી ને મહિલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારી ઓએ પોતાના વક્તવ્ય રજુ કરેલ આ પ્રસંગે ભારત દેશ ના સફળતા માં મહિલાઓના ઉદાહરણ ટાંકી ને મહિલા પોલીસને પોતાની નોકરી ઉપરાંત કુટુંબ અને સમાજ વ્યવસ્થા નો ભાગ બની સફળ જીવન જીવવા પ્રેરણા આપેલ. આ કાર્યક્રમ માં આમંત્રિત વ્યાખ્યાતા “વેદાંત હિમેટો એન્કોલોજી ક્લિનિક” ના ડો. દીપાબેન ત્રિવેદી એ મહીલા કર્મચારી ઓ અને બાળકો ની હેલ્થ માટે જરુરી ધ્યાન માં રાખવાની અને ન્યુટ્રીશન અંગેની બાબતોનું માર્ગદર્શન આપેલ આ કાર્યક્રમ ને મનોરંજક બનાવવા માટે ઊભરતા મહિલા કલાકાર રુત્વાબેન દવે સ્ટેન્ડઅપ કોમેડીયને હાસ્ય સભર રજૂઆતો કરેલ આ કાર્યક્રમ માં મહિલાઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ નું નિદર્શન કરીને બાળાઓએ આકર્ષણ ઊભું કરેલ હતું .કાર્યક્રમ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર અંસારીએ પોતાનું વક્તવ્ય આપી આગવી શૈલી મા હાજર મહિલા કર્મચારી ઓને જીવનના મુલ્યો નું જતન કરવાની અને સારા મા સારી રીતે પોલીસ ખાતા ની ફરજો અદા કરવાની શીખ આપી અને પોતાના વરદ હસ્તે સને ૨૦૧૯ ના વર્ષ માં અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસ અધિકારી અને કર્મચારી ઓને ટ્રોફી તથા સન્માન પત્ર એનાયત કરી તમામ ના ઉત્સાહ મા વધારો કરેલ અને આભાર વિધિ બાદ સ્વરુચિ ભોજન બાદ કાર્યક્રમ નું સમાપન કરેલ.
સંજય નાયક
B G News
કલોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *