25/09/2020
Breaking News

ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની તાલુકા વાર્ષિક સભા અને જનરલ અધિવેશન કાર્યક્રમ યોજાયો.

ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની તાલુકા વાર્ષિક સભા અને જનરલ અધિવેશન કાર્યક્રમ યોજાયો.
ઈડર તાલુકાના દારમલી ગામ નિવૃત કર્મચારી મંડળ ના સહયોગ થી તા.15 માર્ચ 2020 નારોજ 9:30 કલાકે બાળ ગોળ કડવા પાટીદાર સમાજવાડી -દરામલી ખાતે ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ પરિવાર ની વાર્ષિક સામાન્ય સભા અને વિશિષ્ટ બહુમાન અને દાતા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમારંભ અદયક્ષ કાંતિભાઈ પટેલ,એસ.એમ.જોષી(પ્રમુખ ગુજરાત પેન્સનર સમાજસેવા અમદાવાદ),સનતભાઈ ભટ્ટ(મહામત્રી,ગુજરાત પેન્સનર ફેડરેશન,વડોદરા-ગાંધીનગર),જી.પી.વણઝારા (જિલ્લા તિજોરી અધિકારી સા.કા.હિંમતનગર),ડૉ. પાર્થ દોષી આર.એ.પટેલ, તેમજ અતિથિ વિશેષ કનુભાઈ સોની,વિનુભાઈ પટેલ,ગાયત્રી ઉપાસક અમૃતભાઈ પટેલ,દારમલી સરપંચ હેતલબેન દેસાઈ,કરશનભાઈ પટેલ,ભીખાભાઈપટેલ,વિષ્ણુભાઈ પ્રજાપતિ,વિગેરે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સંત દેવીદાસ બાપુ,જયેંદ્રભાઈ સુથાર,મણીભાઈ પટેલ,પ.પૂ.શ્રી લખાદાદા નું વિશિષ્ટ બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે પ.પૂ.સંત શ્રી પ્રભુદાસ બાપુ સતનામ આશ્રમ મુનપુર દ્વારા આશીર્વચન અપાયા હતું. ગાયત્રી પરિવાર તરફ થી યુગનિર્માણ યોજના દ્વારા પુસ્તકો નું મ્યુઝિયમ યોજાયું હતું.તેમજ સાથે શ્રી જયેન્દ્રભાઈ સુથાર નું ચિત્ર પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં અસ્ત થતી અસ્મિતાનું દર્શન અને પેન પેન્સિલ અને પીંછી ના કૌશલ્ય થી બનાવેલા ચિત્રો નું દર્શન કરાવાયું હતું.
આ કાર્યક્રમ માં સાંપ્રત પેંશનર્સ ના પ્રશ્નો ની જાણકાર મેળવવા માં આવી હતી.જેમાં 46,300 પેનશનર્સ ને યોગ્ય વળતર મળે,ટેક્ષ માંથી મુક્તિ,ntl નો લાભ મળે જેવા વિષયોની ચર્ચા કરાઇ હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ચતુરસિંહ ચૌહાણ,ભોળાભારથી ગોસ્વામી,ચંદુલાલ ઉપાધ્યાય,વસંતલાલ સોની,નટવરલાલ ચૌહાણ, કાસમભાઈ મનસુરી
દ્વારા આયોજન કરાયું હતું.
રીપોર્ટર : નરેશ પટેલ
BG NEWS
ઇડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *