25/09/2020
Breaking News

બડોલી ની વતની એમ.એસ.સી.માં અભ્યાસ કરતી હેલીબેન બેચરદાસ પ્રજાપતિ એ એવોર્ડ મેળવ્યો

બડોલી ની વતની એમ.એસ.સી.માં અભ્યાસ કરતી હેલીબેન બેચરદાસ પ્રજાપતિ એ એવોર્ડ મેળવ્યો
બડોલીની વતની અને એમ.એસ.સી.મા અભ્યાસ કરતી હેલી બેચરદાસ પ્રજાપતિને વિશ્વ મહિલા દીન નિમિતે સમગ્ર ગુજરાતમાં ૨૦૦ વર્ષોના કેલેન્ડર યાદ રાખવાની મેળવેલ સિધ્ધિ અને પોતાના ‘પ્રતિભા કેલેન્ડર’ માટે વંડરફૂલ આઉટ સ્ટેન્ડિંગ વુમન એવોર્ડ પ્રાપ્ત થયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ના રંગભવન ખાતે મહિલાઓની સુરક્ષા અને સાઈબર ક્રાઇમ અંગેનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલ બેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. પાટણ જિલ્લા જજ શ્રી એ .કે .ગુપ્તા સાહેબ અને આ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી જે.જે.વોરા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ પ્રદાન કરનાર ૧૯ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ‘વાઉ એવોર્ડ’ વંડરફૂલ આઉટ સ્ટેન્ડિંગ વુમન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે હેલી ને પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૦૦ વર્ષોના કેલેન્ડર યાદ રાખવાની સિધ્ધિ ને લઈને અને પોતાના ‘ પ્રતિભા કેલેન્ડર’ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી
રિપોર્ટર : નરેશ પટેલ
BG NEWS
ઇડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *