25/09/2020
Breaking News

કાંકરેજ રાજપૂત સમાજ નું ગૌરવ એવા વીરસિંહ સોલંકી તલાટી નો સન્માન સમારોહ તાણા ચામુંડા મંદિર મા યોજાયો હતો

કાંકરેજ રાજપૂત સમાજ નું ગૌરવ એવા વીરસિંહ સોલંકી તલાટી નો સન્માન સમારોહ તાણા ચામુંડા મંદિર મા યોજાયો હતો
કાંકરેજ તાલુકાના નાથપૂરા ગામે તલાટી તરીકે ફરજ બજાવતા વિરસીંહ વિજુભા સોલંકી કબોઈ જેમનું હમણાજ તલાટી માંથી પરીક્ષા આપી પ્રમોશન મેળવી રાજકોટ તાલુકાના ધોરાજી મુકામે નાયબ મામલતદાર તરીકે નિમણુંક થયેલ છે વિરસિંહ સોલંકી બે હજાર સત્તર મા તલાટી તરીકે નાથપુરા ગામે નિમણુંક પામેલ હતા પરંતુ ત્રણ વર્ષ ના ટૂંકા ગાળામાં તલાટી માંથી નાયબ મામલતદાર તરીકે બડઘી મેળવતા કાંકરેજ નું નામ રોશન કર્યું હતું જેઓનું આજરોજ તારીખ 16/3/2020/ને મંગળવાર ના રોજ થરા તાણા મુકામે ચામુંડા મંદિર સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો હતો નાથપુરા ગામ સરપંચ પોપટજી રામચંદજી ઠાકોર તેમજ ડેલિકેટ સરપંચ ભીખાભાઇ સેંધાભાઈ દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતો સૌપ્રથમ દીપ પ્રાગટયકરી સૌએ વિરસિંહ સોલંકી નું સાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું વિરસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે નાથપુરા ગામે મને ત્રણ વર્ષ મા ઘણું માન સન્માન આપ્યું છે ગમેત્યારે મારી કંઈપણ જરૂર પડે મને યાદ કરજો તમારા કામમાં અથાક પ્રયત્નશીલ રહીશ આ પ્રસંગે તમામ તલાટી સ્ટાફ તેમજ તાલુકા પ્રમુખ તેજાભાઈ દેસાઈ અનિલભાઈ ત્રિવેદી ગિરીશભાઈ પટેલ તમામ કર્મચારી ગણ તેમજ આવેલ મહેમાનો એ વિરસિંહ સોલંકી નું નાયબ મામલતદાર તરીકે નિમણુંક થયા એ બદલ અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટર : વેલાભાઈ પરમાર
કાંકરેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *