25/09/2020
Breaking News

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાથી ગેરકાયદેસર ૮ કિલ્લો ૧૨૫ ગ્રામના ચરસના જથ્થા સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાથી ગેરકાયદેસર ૮ કિલ્લો ૧૨૫ ગ્રામના ચરસના જથ્થા સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં માદક પદાર્થના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે એમ.એમ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. કૌશિકકુમાર પોપટલાલ બ.નં- ૨૦૭ તથા વુ.હે.કોન્સ. સીતાબેન ભરતભાઇ બ.નં-૧૧૪૯ તથા અ. હેડ કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ બ.નં. ૫૬૨ તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ બ.નં-૪૬૧ તથા અ.પો.કોન્સ. વિક્રમસિંહ રૂમાલસિંહ બ.નં-૨૩૬ વિગેરે એસ. ઓ.જી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમારા ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ સુજુકી કંપનીનું એક્સેસ મોપેડ જેનો રજીસ્ટ્રેશન નંબર- GJ 09 CK 5500 નો છે. તે લઇને મજરા થી હિંમતનગર તરફ નેશનલ હાઇવે રોડે જઇ રહેલ છે. અને તેની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ રાખેલ છે. વિગેરે બાતમી અન્વયે પોગલુ ગામના પાટીયે ચંચરબાનગર ના વળાંકે નેશનલ હાઇવે-૮ ઉપર તા.પ્રાંતીજ ખાતે જઇ સાથે ના સ્ટાફ મારફતે બે પંચના માણસો બોલાવી પંચોને બાતમી હકીકતથી વાકેફ કરી એસ.ઓ.જી સ્ટાફ તથા પંચો સદરી જગ્યાની સામેવાળી જ્ગ્યાએ પ્રાંતીજથી હિંમતનગર જતા નેશનલ હાઇવે ઉપર વોચમાં હતા દરમ્યાન બાતમી અકીકતમાં જણાવેલ સુઝુકી કંપનીનુ એક્સેસ મોપેડ પ્રાંતીજ બાજુથી આવતાં હાથ બતાવી સાઇડમાં કરાવી ઉભુ રાખી સદરી ઉસમને તેની પાસે રહેલ વાદળી કલરના થેલા સાથે નીચે ઉતારી સદરીનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ હરીયાણા નો હોવાનુ જણાવેલ જેથી તેની પાસે રહેલ વાદળી કલરના થેલાની તપાસ કરતા તેની વચ્ચેની ચેનવાળા ખાનામાંથી પ્લાસ્ટીકની થેલીમાં ખાખી કલરની સેલો ટેપ વીંટાળી મુકેલ કુલ ૧૬ લંબચોરસ જેવા ચરસના પેકેટ મળી આવતાં જેનુ કુલ વજન કરતાં ૮ કિગ્રા ૧૨૫ ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિ.ગ્રાની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- લેખે કુલ ચરસની કિંમત રૂ.૧૨,૧૮,૭૧૫/- ની ગણી તથા તેની પાસેથી મળી આવેલ સુઝુકી કંપનીનુ એક્સેસ મોપેડ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૨,૨૯,૭૧૫/- નો કબ્જે લઇ સદરી ઇસમ વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
સદરી ઇસમ ચરસનો જથ્‍થો કયાંથી લાવેલ. અને કયાં લઇ જઇ કોને આપવાનો હતો. તે સંબંધે પ્રાથમીક પુછપરછ કરતાં પોતાને દેવુ વધી જતાં દેવામાંથી નિકળવા માટે તેમજ રૂપીયા કમાવવા માટે આ ચરસનો જથ્થો એક નેપાળી માણસ પાસેથી મંગાવેલાનુ જણાવે છે.
સદરી ઇસમ મુળ હરિયાણા રાજ્યનો છે સદરી ઇસમ અગાઉ સલાલ ખાતે રહેતો હતો પરંતુ દેવુ વધી જતાં સલાલ ખાતેનુ મકાન વેચી મારી હાલમાં હિંમતનગર ખાતે રહે છે.
આમ, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને માદક પદાર્થનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *