25/09/2020
Breaking News

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામનું ગૌરવ વધાર્યું..

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામનું ગૌરવ વધાર્યું..
ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મમૂઆરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ૨૧ વર્ષ સુધી સેવા બજાવી ચૂકેલા બેચરદાસ રામજીભાઇ પ્રજાપતિને ચકલી મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આઈ.પી.એસ. મુંબઈ સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ અને પેલિકન નેચર કલબ ભુજ દ્વારા આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ ૨૦ માર્ચ ૨૦૧૬ નાં રોજ ચકલી મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભૂજોડી અને કુકમા ગામ વચ્ચે ભુજ ભચાઉ હાઇવે પર શેખપિર ત્રણ રસ્તા પાસે એક બાવળના ઝાડ પર સાંજે સાતથી સવારે સાત વાગ્યા સુધી બાર હજારથી વધારે સ્વદેશી ચકલીઓ જોવા મળે છે.
સમગ્ર ગુજરાતમાં આં પ્રકારે એક સ્થાને સૌથી વધુ સંખ્યામાં એકઠી થતી ચકલીઓનું સ્થાન તથા ચકલીઓ દર્શાવવા બદલ ચકલીમિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અત્યારે આ શિક્ષકશ્રી બી.આર.પ્રજાપતિ હાલમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ગામની પ્રાથમિક શાળામાં સેવા બજાવે છે.
રિપોર્ટર : નરેશ પટેલ
BG NEWS
ઈડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *