30/09/2020
Breaking News

કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા કલેકટર ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા કલેકટર ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું
કોરોના વાઈરસ ના સાવચેતી ના ભાગ રૂપે આજ રોજ હિન્દુ યુવા વાહિની પંચમહાલ ઘ્વારા જીલ્લા કલેકટર સાહેબશ્રી ના માઘ્યમ થી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કોરોના વાઈરસ ના ગુજરાત માં એક પણ કેસ પોઝિટિવ નથી તથા સરકાર શ્રી દ્વારા મોલ, થિયેટર, મલ્ટી પ્રેલેક્ષ, સ્કૂલ, કોલેજ, આંગણવાડી કેન્દ્ર, બંઘ કરવામાં આવ્યું છે. ત્યારે આ વાઈરસ ની સાવચેતી માટે અને સોશ્યલ મીડિયા તથા આરોગ્ય વિભાગ ની માહિતી મુજબ કોરોના વાઈરસ નોનવેજ, માસ મટન ચિકન મચ્છી ઈંડા માંથી ઉત્પન્ન થાય છે.
તો પંચમહાલ જિલ્લામાં તથા સમગ્ર રાજ્યમાં સાવચેતી ના ભાગ રૂપે અને આવનારા હિન્દુ ધર્મ ના તહેવારો ને ધ્યાન માં રાખી નોનવેજ માસ મટન ચિકન મચ્છી ઈંડા ની દુકાનો તથા સેવન કરતી હોટલો લારિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જેમાં હિન્દુ યુવા વાહિની પંચમહાલ ના અઘ્યક્ષ શ્રી દિનેશ પરમાર, ઉપાઘ્યક્ષ શ્રી ઉમેશભાઈ વણઝારા, મંત્રી શ્રી કૌશિકભાઈ સિંઘાનિયા, નરેન્દ્રભાઈ વણઝારા, ગોધરા તાલુકા અઘ્યક્ષ શ્રી રિતેશ કુમાર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર :- મહેશભાઈ
મોરવા હડપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *