28/09/2020
Breaking News

બાબરા માં તાપડીયા આશ્રમમાં આગામી ફેબ્રુવારીમાં નવનિર્માણ મંદિર મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન

બાબરા
તા.૨૨/૦૧/૨૦૨૦
બાબરા માં તાપડીયા આશ્રમમાં આગામી ફેબ્રુવારીમાં નવનિર્માણ મંદિર મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન
બાબરા માં તાપડીયા આશ્રમમાં આગામી ફેબ્રુવારી માસમાં ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન પુજ્ય મહંત શ્રી ધનશ્યામદાસબાપુ તથા બાબરા અમરાપરા ગામ તપાડીયા આશ્રમ ના સમસ્ત સેવકો દ્વારા વારા કરવામાં આવ્યું છે.
તાપડીયા આશ્રમ બાબરા માં મંદિર નવનિર્માણ માં ૧૦૮ કુંડી મહાયગ્ન મહોત્સવ ની સાથે શ્રી રામચંદ્ર પંચાયત લક્ષ્મીનારાયણ રાધાક્રુષ્ણ શિવપંચાયત શ્રી રામાનંદાચાર્યજી મહારાજ ની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રી શાંતિલાલ ઠાકર અમરેલી વાળા વિધિવિધાન સાથે સંપન્ન કરાવશે.
તાપડીયા આશ્રમ ના આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ની તૈયારીઓ પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુ ની આગ્ના અનુસાર સેવક સમુદાય દ્વારા જોરશોરથી શરુ કરવામાં આવી રહી છે.
બાબરા ના ભાવનગર રોડ પર આવેલ તાપડીયા આશ્રમ માં આગામી તા.૨૪/૨/૨૦૨૦ થી ૨૬/૨/૨૦૨૦ ત્રિદિવસીય સુધી નૂતન મંદિર તેમજ મુર્તિ પ્રતિષ્ઠા ૧૦૮ કુંડ મહાયગ્ન યોજાશે. પૂજ્ય તાપડીયાબાપુ તેમજ દયારામબાપુ ની અસીમ ક્રૂપા થી તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસબાપુ ની નિશ્રામાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો યોજાશે. તા.૨૪/૨ ને સોમવાર ના રોજ સવારે ૭:૧૫ કલાકે બાવનગજ ધ્વજારોહણ મુર્તિનગર યાત્રા અમરાપરા રામજી મંદિર થી નીકળી તાપડીયા આશ્રમે યગ્ન ના સ્થળે પધારશે. તા.૨૫/૨ ના રોજ યગ્ન પ્રારંભ, મૂર્તિ સંસ્કાર સહિત ના કાર્યક્રમો યોજાશે. તા.૨૬/૨ ના રોજ કુટીરવાસતું, શીખરાભિષેક, મહાપુજા, સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
તાપડીયા આશ્રમ માં ત્રણ દિવસ સુધી આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભજન, ભોજન અને ભક્તિ નો અનોખો ત્રિવેણી સંગમ સર્જાશે. તા.૨૩/૨ ના રોજ રાત્રી ના સીતારામ ધુન મંડળ દ્વારા ભવ્ય ધુન કરવામાં આવશે તેમજ તા.૨૪/૨ નાં રોજ રાત્રી ના ૯ થી ૧૧ રાસગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ના જાણીતા કલાકાર બીપિનભાઈ સઠીયા સહિત સાજીંદાઓ રાસગરબાની રમઝટ બોલાવશે. તેમજ તા. ૨૫/૨ નાં રોજ રાત્રી નાં ૧૦ કલાકે ધર્મસભા અને સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર – ગુજરાત ના સાધુ-સંતો પધારશે અને ત્યારબાદ આયોજિત સંતવાણી માં કચ્છ નાં સુપ્રસિદ્ધ કલાકાર દેવરાજ ગઢવી (નાનોડેરો) દ્વારા ભવ્ય સંતવાણી રજુ કરવામાં આવશે.
બાબરા તાપડીયા આશ્રમ માં આગામી મહિનામાં આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં બાબરા અમરાપરા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં થી મોટી સંખ્યામાં સેવકગણ તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહેવાના હોવાથી પ્રસાદ અને રહેવાની સુંદર વ્યવસ્થા પણ અહિ કરવા માં આવી છે. અહી બપોરે અને સાંજે હજારો ની સંખ્યા માં ભાવિકો પ્રસાદ ગ્રહણ કરશે. હાલ કાર્યક્રમ ની તડામાર તૈયારી ઓ સેવકગણ દ્વારા શરૂ કરાઈ છે.
આ મહોત્સવનો લાભ લેવા આશ્રમના મહંત શ્રી પુજ્ય ઘનશ્યામદાસબાપુ દ્વારા સમગ્ર તાલુકા ની ધર્મપ્રેમી જનતાને દિવ્ય મહોત્સવ માં પધારવા ભાવપુર્ણ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *