25/09/2020
Breaking News

બડોલી ગામના લારી ગલ્લા વાળા દ્વારા જાતેજ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો.

બડોલી ગામના લારી ગલ્લા વાળા દ્વારા જાતેજ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો.
કોરોના ઇફેક્ટ ને લઈ ને સમગ્ર ભારત માં સાવચેતી રૂપે પગલાં ભરાઈ રહ્યા છે. ત્યારે p.m. મોદી સાહેબ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાના પગલાં ભરવા અપીલ કરાઈ છે.
ત્યારે ગુજરાત રાજ્યના મોટા ભાગની ગ્રામ પંચાયતો દ્વારા ખાણી પીણી,ઠંડા પીણા, ખુલ્લી ચીજવસ્તુ વેચવા પર પ્રતિબન્ધ ફરમાવ્યો છે.
ત્યારે બડોલી ગામના લારી, ગલ્લા,ના વહેપારીઓ દ્વારા સ્વેચ્છાએ દેશ,ગામ,નું હિત વિચારી પોતાનો વેપાર બંધ રાખવા પંચાયત ને જાણ કરાઈ હતી
.પંચાયત દ્વારા આ પહેલને બિરદાવી હતી .તેમજ બડોલી પંચાયત દ્વારા તત્કાલિ કદમ ઉઠાવી બડોલી બુઢીયા ના વહેપારી ઓ ને ઠંડાપીણા અને ખુલ્લા ખોરાક ના વેચાણ પર પ્રતિબંધ મુકવા નોટિસ ફાળવવા માં આવી હતી.
તેમજ બડોલી પંચાયત દ્વારા ગ્રામ જનોને સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે આપણા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબે તારીખ-૨૨/૦૩/૨૦૨૦ માર્ચના રોજ સવારે-૦૭.૦૦ કલાકથી રાત્રે-૦૯.૦૦ કલાક સુધી “જનતા કર્ફ્યું” નું આહવાન કર્યું છે
. તેનું આપણા બડોલી ગામની જનતા સંયમ અને સંકલ્પ સાથે રાષ્ટ્રહિતના ભાવ સાથે રાષ્ટ્રસેવામાં ભાગીદાર બની આપણા અને કુટુંબના હિત માટે પાલન કરવા આપ સૌને મારી વિનંતી કરું છું.
તથા,૨૨઼-૦૩-૨૦નારોજ બરાબર સાંજે ૫ વાગે ૫ મિનીટ સુધી ઘર ના દરવાજે, ધાબા પર,કે બારી પાસે ઊભા રહીને તાળી વગાડી, થાળી વગાડી રાષ્ટ્રની સેવામાં જોડાયેલા લોકોનો આભાર માનીએ
અને તેમના સેવા કરવા માટે ઉત્સાહ વધારીઅે તેવું બડોલી પંચાયત ગ્રામ જનોને આહવાન કરાયું હતું.
રિપોર્ટર.. નરેશ પટેલ ઇડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *