25/09/2020
Breaking News

કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં નોનવેજ, માસ, ચિકન, મચ્છીની લારીઓ આવનાર એક મહિના માટે બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું

કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં નોનવેજ, માસ, ચિકન, મચ્છીની લારીઓ આવનાર એક મહિના માટે બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પ્રાન્ત કચેરી ખાતે તારીખ ૨૧/૦૩/૨૦૨૦ ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલમાં વિશ્વ ભરમાં ચાલી રહેલ કોરોના વાયરસ ના અનૂરૂપે દાહોદ જિલ્લામાં નોનવેજ, માસ, ચિકન, મચ્છી તથા નોનવેજ ની લારીઓ આવનાર ૧ મહિના માટે બંધ થાય તે હેતુસર હિંદુ યુવા વાહિની દાહોદ જિલ્લા અધ્યક્ષ કમલેશ ભાઈ દરજી, મહામંત્રી સંદિપભાઈ પટેલ, મંત્રી અશ્વિન ભાઈ ભરવાડ, મંત્રી મહેશભાઈ પરમાર, અક્ષયભાઈ ભકતાણી, ક્રિષ્નાભાઈ શર્મા, તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા અને પ્રાન્ત સાહેબને આવેદન પત્ર આપ્યુ હતું અને શ્રી કલેકટર સાહેબ સુધી આ આવેદનપત્ર પહોંચે અને આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે તેવી વિનંતી કરી હતી.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *