25/09/2020
Breaking News

કોરોના ઇફેક્ટ જનતા કરફ્યુ ને સિંગવડમાં જોરદાર પ્રતિસાદ

કોરોના ઇફેક્ટ જનતા કરફ્યુ ને સિંગવડમાં જોરદાર પ્રતિસાદ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોરોના વાયરસને લઈને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 22 માર્ચ ના રોજ જનતા કરફ્યુ રાખવાનું ફરમાન કર્યું હતું તેમાં સીંગવડ સજ્જડ બંધ હાલતમાં જોવા મળ્યું હતું અને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો સિંગવડ તાલુકાના વિવિધ ગામડાઓ પણ સજ્જડ બંધ રહ્યા હતા
આ ઉપરાંત સામાજીક આગેવાનો દ્વારા પણ અલગ-અલગ ગામડાઓમાં લોકોને સમજણ આપવામાં આવી હતી ધંધા રોજગારની ચિંતા કર્યા વગર લોકોએ માનનીય મોદી સાહેબના આહ્વાનને આવકાર આપ્યો હતો
સાંજે પાંચ વાગ્યે લોકોએ શંખનાદ તેમજ થાળી વગાડી ને મોદી સાહેબના નિર્ણયને લોકોએ સમર્થન આપ્યું હતું
રિપોર્ટ :- મુકેશ પટેલ
સિંગવડ
9773409042

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *