25/09/2020
Breaking News

સાબરકાંઠા જિલ્લાના ફિઝીશ્યન તબીબો સાથે બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લાના ફિઝીશ્યન તબીબો સાથે બેઠક યોજાઇ
સિવિલ હોસ્પિટલમાં વધુ ૨૪૦ બેડની સુવિધામાં વધારો કરાશે
    જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને અટકાવ તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના ફિઝીશ્યન તબીબો સાથે બેઠક યોજી હતી.  
બેઠકમાં કલેકટર શ્રી સી.જે.પટેલે રોગની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લામાં આઇસોલેશનની સુવિધા હોય તેવી હોસ્પિટલની અલગ યાદી બનાવી તેમાં કેટલા બેડની સુવિધા છે તે અંગે જિલ્લા આરોગ્યતંત્ર સાથે સંકલન કરવુ, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં આવતા તાવ,શરદી અને ખાંસીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની ટ્રાવેલની હિસ્ટ્રી ચકાસવી ને જરૂર જણાય તો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા. જો દર્દીઓની સંખ્યમાં વધારો થાય ત્યારે જિલ્લાના ફિઝીશ્યન તબીબો સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા માટે પણ અપીલ કરી હતી.
કલેકટર શ્રીએ વધુમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશનની સુવિધા ધરાવતો વધુ ૨૪૦ બેડની ક્ષમતાવાડો વોર્ડ તૈયાર રખાયો હોવાનું પણ જણાવ્યું હતું. 
રિપોર્ટર : નરેશ પટેલ..
સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *