30/09/2020
Breaking News

હિંમતનગર શહેરને કોરોના મુક્ત રાખવા ફોગીંગ

હિંમતનગર શહેરને કોરોના મુક્ત રાખવા ફોગીંગ
૩૧ માર્ચ સુધી સમગ્ર હિંમતનગરમાં ફોગીંગ કરવામાં આવશે
      સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાવો ના થાય તે માટે ના અગમચેતીના પગલાના ભાગરૂપે હિંમતનગર નગરપાલિકા દ્રારા શહેરને વાયરસ મુક્ત કરવા માટે ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.
    સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે. આ ભયાનક મહામારી હાલ ભારત અને ગુજરાતમાં પ્રસરી રહી છે જેને નિયંત્રીત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વાયરસના હાલ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દસ્તક દીધી છે જેને રોકવા હિંમતનગર નગરપાલિકા દ્રારા શહેરને સ્વચ્છ રાખવામાં અને શહેરમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે શહેરના તમામ વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.   
     હિંમતનગર નગરપાલિકા સેફ્ટી ઓફીસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યું હતુ કે, શહેરમાં ફોગીંગ માટે સીમ્પલ સેનીટાઇઝર, બ્લિચિંગ, ડેટોલ હેંડ વોશનના ઉપયોગ કરી ફોગીંગ બનાવવામાં આવ્યું છે. આ ફોગીંગ દ્રારા કોરોના વાયરસને વાતાવરણમાં જ નાશ કરી શકાય અને તેનો ચેપ બીજા લોકોને ના લાગે તે માટે અગમચેતી અને સાવધાની રાખવામાં આવી રહી છે. આ ફોગીંગ હિંમતનગર શહેરના તમામ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યુ કે આ ફોગીંગ હિંમતનગરના જુદા-જુદા વિસ્તારોમાં સવાર થી સાંજ સુધી ૩૧ માર્ચ સુધી સતત કરવામાં આવશે. આ ફોગીંગથી આ ચેપી વાયરસથી હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લાને મુક્ત રાખવા માટે વહિવટીતંત્ર પુરતા પ્રયત્નો કરી રહ્યું છે. 
     આ સાથે તેમણે જનતાને અપીલ કરી હતી કે જરૂરી ના હોય તો નાગરીકો ઘરે જ રહી  વહીવટીતંત્રને સાથ સહકાર આપે જેથી આપણા જિલ્લાને કોરોના મુક્ત રાખી શકાય.કોરોના વાયરસથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની આવશ્યક છે.    
રેપોર્ટર : નરેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *