25/09/2020
Breaking News

જિલ્લાના તમામ ઘરોનું ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો

જિલ્લાના તમામ ઘરોનું ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો
સરવેમાં સહકાર ન આપનાર લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહિ હાથ ધરાશે.
    સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર કોરોના વાયરસને લઈને તમામ સાવચેતીને ધ્યાને રાખીને પૂર્વ તૈયારી કરીને એક્શન મોડ પર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. કોરોના વાયરસ જિલ્લામાં ન ફેલાય તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્રારા લોકજાગૃતિ માટે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓમાં વહિવટીતંત્રના કર્મચારીઓ દ્રારા ડોર ટુ ડોર જઈને સરવે હાથ ધરાયો છે.
      જિલ્લા વહિવટીતંત્ર દ્રારા માઇક્રો પ્લાનીંગ કરીને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં બે-બે વ્યક્તિઓની ટીમ બનાવામાં આવી છે જેમાં એક શિક્ષક અને એક પેરામેડીકલ સ્ટાફ જે લોકોના ઘેર-ઘેર જઈને  ૧ માર્ચ ૨૦૨૦ પછી વિદેશથી પરત આવેલા પ્રવાસીઓ તેમજ એન.આર.આઇ પરીવાર તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય કોઇ પ્રાંતમાંથી જિલ્લામાં પ્રવેશનાર પ્રવાસીઓને આવરી લેવામાં આવશે, આ ઉપરાંત ૦થી દશ વર્ષના બાળકો, ૬૫થી વધુ વય ધરાવતા લોકો અને સામાન્ય રીતે શરદી-ખાંસી અને તાવના લક્ષ્ણો ધરાવતા તમામને સરવેમાં આવરી લેવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણ થવાની શક્યતા ટાળવા સંપૂર્ણ સહકાર આપવા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ દ્વારા અપીલ કરવમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરવેમાં સહકાર ન આપનાર લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહિ કરવાની પણ જોગવાઇ કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 
રિપોર્ટર.. નરેશ પટેલ .. સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *