25/09/2020
Breaking News

ભથવાડા ગામના સરપંચ શ્રી દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ગામમાં તમામ સામાજીક કાર્યક્રમો બંધ રાખવા કરી જાહેર અપીલ

ભથવાડા ગામના સરપંચ શ્રી દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ગામમાં તમામ સામાજીક કાર્યક્રમો બંધ રાખવા કરી જાહેર અપીલ
બધાજ દેશોમાં અત્યારે કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે તેવામાં અત્યારે ગામડાઓમાં ચાંદલા વિધિ તથા લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ કોના વાયરસ ને ધ્યાનમાં રાખીને તારીખ ૨૩/૦૩/૨૦૨૦ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે સરપંચ શ્રી પટેલ કપુરીબેન અમરસિંહભાઈ દ્વારા સરકારશ્રીના આદેશ અનુસાર ૩૧ માર્ચ સુધી લોક ડાઉન હોય જેથી ગામમાં થતાં તમામ સામાજિક પ્રસંગો , લગ્ન , ચાંદલા વિધિ , સગાઈ (ચા પીવા જવુ ) વગેરે જેવા પ્રસંગો કરશે નહીં અને જે કોઈ સરકારશ્રીના નિયમનું ઉલ્લંઘન કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને સમગ્ર ભથવાડા ગામને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
રીપોર્ટ:- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ
મો. 99 25 40 50 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *