30/09/2020
Breaking News

ઉમરાળા તાલુકાનું લીમડા ગામ સરકાર શ્રીના આદેશને સપોર્ટ આપતા સંપૂર્ણ બંધ

ઉમરાળા તાલુકાનું લીમડા ગામ સરકાર શ્રીના આદેશને સપોર્ટ આપતા સંપૂર્ણ બંધ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા (હનુભાના) ગામમાં તારીખ ૨૨/૦૩/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૦ સુધી લોક ડાઉનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આખી દુનિયા અત્યારે કોરોના વાયરસથી ઝઝૂમી રહી છે તેને ધ્યાનમાં રાખીને સરકારશ્રીના નિયમનું ગામલોકોએ પાલન કર્યું છે.
ઉમરાળા ગામના સરપંચ શ્રી વિજયસિંહ ગોહિલે ગામની પ્રજા ને અપીલ કરી છે કે જ્યાં સુધી કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યાં સુધી આપણે બધા સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન કરીશું તેવી અપીલ કરી હતી અને ગામ લોકોએ સ્વયંભૂ આનો સ્વીકાર કરીને પુરુ ગામ બંધ રાખ્યું હતું. ગામ ની અંદર ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે એવું પણ જણાવ્યું હતું.
રિપોર્ટ :- પ્રકાશકુમાર જોશી
ઉમરાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *