25/09/2020
Breaking News

લુણાવાડા તાલુકામાં જનતા કરફ્યુને સમર્થન આપતા સંપૂર્ણ બજાર બંધ

લુણાવાડા તાલુકામાં જનતા કરફ્યુને સમર્થન આપતા સંપૂર્ણ બજાર બંધ
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કોરોના વાયરસને લઈને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 22 માર્ચ ના રોજ જનતા કરફ્યુ રાખવાનું ફરમાન કર્યું હતું તેમાં લુણાવાડા સજ્જડ બંધ હાલતમાં જોવા મળ્યું હતું અને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.
આ ઉપરાંત સામાજીક આગેવાનો દ્વારા પણ અલગ-અલગ ગામડાઓમાં લોકોને સમજણ આપવામાં આવી હતી ધંધા રોજગારની ચિંતા કર્યા વગર લોકોએ માનનીય મોદી સાહેબના આહવનને આવકાર આપ્યો હતો
સાંજે પાંચ વાગ્યે લોકોએ શંખનાદ તેમજ થાળી વગાડી ને મોદી સાહેબના નિર્ણયને લોકોએ સમર્થન આપ્યું હતું
રિપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *