25/09/2020
Breaking News

અંબાજી માં ના દર્શન માઇભક્તો ઘરે બેઠા કરી શકશે

અંબાજી માં ના દર્શન માઇભક્તો ઘરે બેઠા કરી શકશે (માહિતી બ્યૂરો પાલનપુર) શક્તિ, ભકિત અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવું અંબાજી મંદિરએ શકિતપીઠ છે. અહી મા અંબા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. આવતીકાલ તા. ૨૫/૩/૨૦૨૦ ના રોજ માતાજીનો પાવન પ્રસંગ ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારીનો વ્યાપ થઈ રહ્યો છે. જેને ધ્યાને લઈ સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોઈ માતાજીના દર્શન યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવેલ છે, પરંતુ સરકારશ્રીની એડવાઈઝરી તેમજ લાખો માઈભકતોના ધાર્મિક લાગણીને ધ્યાને લઈ યાત્રિકો પોતાના ઘરે બેઠા બેઠા ઘરમાંથી બહાર નિકળ્યા વગર માતાજીના દર્શન કરી શકે તે માટે આવતી કાલે ઇતિહાસમાં સૌપ્રથમવાર તા. ૨૫/૩/૨૦૨૦ ના રોજ ચૈત્રી સુદ-૧ બુધવારે સવારે ૦૮-૧૫ કલાકે માતાજીના ઘટસ્થાપનનું જીવંત પ્રસારણ કરી દર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી ભાવિક ભકતો ઘરે બેઠા અનુષ્ઠાન કરી શકે. ત્યારબાદ તા.૨૫/૩/૨૦૨૦ થી તા. ૩૧/૩/૨૦૨૦ સુધી માતાજીના દર્શન અને આરતીનું જિવંત પ્રસારણ કરવામાં આવશે. માતાજીના ઓનલાઈન દર્શન માટે ( ૧ ) ફેસબુક પર ambajitempleofficial ( ૨ ) ટવીટર પર Twiter @ TempleAmbaji ( ૩ ) યુ ટયુબ પર Ambajitempleofficial ( ૪ ) વેબસાઈટ પર www.ambajitemple.in ( ૫ ) https://estv.in/ambaji/ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા સર્વ શ્રધ્ધાળુઓને અપીલ કરે છે કે,ઘરે બેઠા આ જીવંત પ્રસારણનો લાભ લે અને વૈશ્વિક મહામારી માંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે માં અંબાને પ્રાર્થના કરે.
https://www.instagram.com/p/B-H3H9HDmS1/?igshid=8b3dty753l33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *