25/09/2020
Breaking News

ઉમરાળા તાલુકાના ધોળા ગામમાં સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન

ઉમરાળા તાલુકાના ધોળા ગામમાં સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન
ઉમરાળા તાલુકાના ધોળા ગામ માં આજુબાજુના ગામો નું ખરીદવું મુખ્ય સ્થળ છે. આજુબાજુના ગામો જેવાકે ડેડકડી, ભોજાવદર, પરવાળા, ઈંગોરળા, ખીજડીયા, અલમપર, ઉજળવાંવ, સભાડિયા, નવા અને જુના સમઢીયાળા, ટીંબી, જાંજમૅર, કેરિયા, દડવા(રાંદલ ના) હડમતાળા, જેવા બીજા પણ ઘણા બધા ગામોનું હટાણા નું મુખ્ય સ્થાન છે.
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગ દર્શન મુજબ 21 દિવસ સંપૂર્ણ ભારત લોક ડાઉન ના સમર્થનમાં આખું ગામ બંધ છે, ધોળા ગામના સરપંચ શ્રી ભરતભાઈ એમ પરમારે પણ ગામમાં ચુસ્તપણે ગ્રામજનોને અપીલ કરી હતી.
ગામના નાગરિકોએ પણ આ નિર્ણયને સારું સમર્થન અપ્યું છે, ગામમાં
સવારે ૦૮ થી બપોર ના ૧૨ વાગ્યા સુધી
કરીયાણા સ્ટોર, શાક માર્કેટ, દૂધ ડેરિયો, તેમજ જીવન જરૂરિયાત વસ્તુ નિ દુકાનો ખુલી રાખવામાં આવે છે અને દવાખાના મેડિકલ સ્ટોર એ એ પૂરા દિવસ ચાલુ રાખવામાં આવ્યું છે
રીપોર્ટ :-પ્રકાસકુમાર જોષી
ઉમરાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *