30/09/2020
Breaking News

સાબરકાંઠા વાસીઓ ડોન્ટ વરી: દૂધ, શાકભાજી અને કરીયાણું હવે ઘરે બેઠા જ મળશે

સાબરકાંઠા વાસીઓ ડોન્ટ વરી: દૂધ, શાકભાજી અને કરીયાણું હવે ઘરે બેઠા જ મળશે
કરીયાણા એસોસિએશનની નવિન પહેલ: જરૂરીયાતની વસ્તુઓની હોમ ડિલીવરી કરશે
     દેશમાં નોવેલ કોરોનાના સંક્ર્મણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાબકાંઠા જિલ્લાવાસીઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં વિવિધ એસોસિએશનની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
       જિલ્લાના કરીયાણા, શાકભાજી અને દૂધ વિતરક એસોસિએશન સાથે યોજાયેલ બેઠકમાં કલેકટરશ્રી સી.જે.પટેલે આ રોગની ગંભીરતા વિષે વાત કરતા જણાવ્યું હતુંકે જયાં ભીડ એકત્ર થતી હોય ત્યાં રોગના સંક્રમણની શક્યતાઓ વધી જતી હોય છે તેથી જિલ્લામાં હાલ કરીયાણા, શાકભાજી અને દૂધના સ્ટોલ પર ભીડ મોટી સંખ્યામાં એકત્ર થતી હોવાનું ધ્યાને આવતા આ વિતરકો ગ્રાહકોને ઘરે બેઠા જ સામાન પંહોચાડે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કલેકટરની આ પહેલને આવકારી સાબરકાંઠા જિલ્લાના વેપારીઓ પણ પોતના આસપાસના ગ્રાહકોને ઘરે બેઠા જ કરીયાણુ મળી રહે તે માટે સંમતિ દર્શાવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ગ્રાહકો પોતાની જરૂરીયાતની વસ્તુઓની યાદી વેપારીને મોકલશે ત્યારબાદ બીજા દિવસે વેપારી તેના ઘર સુધી પંહોચતા કરશે , સંકટના સમયે વેપારીઓ કાળા બજાર કે ભાવ વધારો કરીને વેચાણ ન કરે અન્યથા તેમની વિરુધ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવી ખાસ તાકીદ કરી હતી
       કલેકટર શ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે ગ્રામ્ય વિસ્તારમાં ઘર-ઘર સુધી કરીયાણાની કિટસ પંહોચે તે માટે ખાસ વ્યવસથા કરવા કરીયાણા એસોસિએશનની ભલામણ કરી હતી. જયારે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના પુરવઠાના પરીવહન કરતા વાહનચાલકો અને દુકાનધારકોને પાસ આપવામાં આવશે તેમ પણ  કહ્યુ હતું. જયારે શહેરી વિસ્તારમાં શાકભાજીના વિતરણ માટે સોસાયટીની નિયત કરેલ જગ્યાએ જ  ઉભા રહી વેપાર કરવાનો રહેશે
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલીક, અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને વિવિધ એસોસિએશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
 
તમારા વિસ્તારમાં કઇ દુકાન કરીયાણુ પંહોચાડશે ?
વેપારી એસોસિએશન દ્વારા જે-તે વિસ્તારમાં કાર્યરત કરીયાણાના દુકાનની એક યાદી નગરપાલિકાને આપશે જેથી નગરપાલિકાના ૦૨૭૭૨- ૨૪૭૦૦૦ કંટ્રોલરૂમ પરથી જાણી શકાશે કે તમારા વિસ્તારમાં કઇ દુકાન કરીયાણું પંહોચાડશે તેની જાણ કરાશે જેમાં અલગ-અલગ વોર્ડ વાર શાકભાજીની લારીધારકનો નંબર મળી રહેશે આ કંટ્રોલ  સવારના ૮ થી રાત્રિના ૮ કલાક સુધી કાર્યરત રહેશે.
રીપોર્ટર.. નરેશ પટેલ.. સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *