30/09/2020
Breaking News

હિંમતનગરને કોરોના સંક્ર્મણથી બચાવવા સેવાભાવી સંસ્થા દ્રારા માસ્કનુ વેચાણ  કરાયુ

હિંમતનગરને કોરોના સંક્ર્મણથી બચાવવા સેવાભાવી સંસ્થા દ્રારા માસ્કનુ વેચાણ  કરાયુ
     નોવેલ કોરોનાના સંક્ર્મણને રોકવા માટે સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે તેવા સમયમાં જિલ્લાની જનતા અને સેવાભાવી સંસ્થાઓ સહકાર આપી રહી છે.
આ સમયમાં જિલ્લામાં વાયરસના સક્ર્મણને રોકવા માટે લોકોને માસ્ક મેળવવામાં તકલીફના પડે તે માટે હિંમતનગરના સેવાભાવી સંસ્થા મંડપ એશોસીએશન દ્રારા શહેરમાં વોશેબલ માસ્ક પુરા પાડવામાં આવી રહ્યા છે.
     જિલ્લા મથક હિંમતનગર ખાતે કોરોના વાયરસના સંક્ર્મણને લઈ સાવચેતી લેવામાં આવી રહી છે.આ સમયમાં હિંમતનગરના સેવાભાવી સંસ્થા મંડપ એશોસીએશન દ્રારા સરકાર દ્રારા ચલાવવામાં આવતા અભિયાનોનુ સમર્થન કરી હંમેશા જનજાગૃતિના કામો કરવાની સાથે  ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સરકારની આરોગ્ય સેવાઓ જેવી કે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી સેવાઓની જાણકારી આપવાની સાથે આપવાની સાથે હાલની આ કોરોના વાયરસની પરીસ્થિતિમાં પણ જનતાને સાથ આપવા માટે શહેરના નાગરીકોને માસ્ક સસ્તા ભાવે માસ્ક પુરા પાડવાની જવાબદારી ઉપાડી અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલા માસ્ક શહેરીજનોને પુરા પાડ્યા છે
અને હજુ આ માસ્ક બનાવવાની કામગીરી ચાલુ છે જરૂર પડે ત્યાં સુધી માસ્કનુ વિતરણ કરવામાં આવશે.
   કપડાનુ આ માસ્ક વોશેબલ હોવાથી તેને ધોઇ તેનો ઉપયોગ કરી શકાય તેવા હોવાથી લોકોએ વારંવાર નવા માસ્ક ખરીદવા નહી પડે.આ માસ્કના વિતરણ મંડપ એશોસીએશનના જગદિશભાઇ પરમાર, જતીનભાઇ પટેલ, રાજુભાઇ અમીન, અશોકભાઇ સથવારા અને તેમની સમગ્ર ટીમ દ્રારાઆ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. 
રિપોર્ટર.. નરેશ પટેલ.. સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *