25/09/2020
Breaking News

આંગણવાડીમાં ફરજ બજાવતાં હિરલબેન જી. જોષીએ ૧ – ૧ સગર્ભા મહિલાઓને આંગણવાડીએ બોલાવીને પેકેજ વિતરણ કર્યું

આંગણવાડીમાં ફરજ બજાવતાં હિરલબેન જી. જોષીએ ૧ – ૧ સગર્ભા મહિલાઓને આંગણવાડીએ બોલાવીને પેકેજ વિતરણ કર્યું
બધા જ દેશમાં અત્યારે કોરોના વાયરસથી હાહાકાર મચી રહ્યો છે તેવામાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિયમનું પાલન કરતાં
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ખીજડીયા (પાણાખાણ ના) ગામમાં તારીખ ૨૫/૦૩/૨૦૨૦ ના રોજ આંગણવાડી બાલમંદિર માં ફરજ બજાવતા શ્રી હિરલબેન જી. જોષીએ ખીજડીયા ગામ માંથી સગર્ભા મહિલા તેમજ ધાત્રી માતાઓને આંગણવાડીએ વારા ફરતી એક-એક બહેનોને બોલાવીને પેકેટનું વિતરણ કર્યું હતું.
ભારત દેશમાં ૨૧ દિવસ લોક ડાઉન ને સમર્થનમાં જોડાતાં સગર્ભા મહિલાઓ કે ધાત્રી માતાઓને કમજોરી નો સામનો ના કરવો પડે તેને ધ્યાનમાં રાખીને શ્રી હિરલબેન જી. જોષીએ સગર્ભા , ધાત્રી માટે માતૃ શક્તિ , કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ , ૭ માસ થી ૩ માસના બાળકો માટે બાળ શક્તિ પેકેજનું શ્રી હિરલબેને વિતરણ કર્યું હતું.
રીપોર્ટ :- પ્રકાશકુમાર જોષી
ઉમરાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *