25/09/2020
Breaking News

સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરીયાણાની હોમ ડિલિવરી

સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરીયાણાની હોમ ડિલિવરી
ઘરે રહો, સુરક્ષિત રહો- જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ ઘેર બેઠા ઉપલબ્ધ કરાવાશે
શહેર કે ગામમાં હોમ ડિલીવરી માટે વધારાનો કોઇ ચાર્જ વસુલવામાં નહી આવે
દેશમાં નોવેલ કોરોનાના સંક્ર્મણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાબકાંઠા જિલ્લાવાસીઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ગામોના સરપંચો સાથે બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લાના સરપંચશ્રીઓ સાથેની બેઠકમાં કલેકટરશ્રી સી.જે.પટેલે આ રોગની ગંભીરતા વિષે વાત કરતા જણાવ્યું હતુંકે જયાં ભીડ એકત્ર થતી હોય ત્યાં રોગના સંક્રમણની શક્યતાઓ વધી જતી હોય છે તેથી જિલ્લામાં હાલ કરીયાણા, શાકભાજી અને દૂધના સ્ટોલ પર ભીડ મોટી સંખ્યામાં એકત્ર થતી હોવાનું ધ્યાને આવતા આ વિતરકો ગ્રાહકોને ઘરે બેઠા જ સામાન પંહોચાડે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ રોગની ગંભીરતા સમજી ગામડાઓમાં પણ ઘરે બેઠા કરીયાણુ અને શાકભાજી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું. સરપંચોએ પણ પોતાના વિસ્તારના વેપારીઓ સાથે વાત કરી જરૂરી વ્યવસ્થા ઉભી કરવા બાહેધરી આપી છે. આ સાથે કોઇ પણ વેપારી હોમ ડિલિવરી માટે કોઇ ચાર્જ વસુલશે નહી. તેમજ કાળા બજારી કરનારા વેપારીઓ પર સખત પગલા લેવાશે, તેમ પણ જણાવ્યું હતું. હિંમતનગર અને જિલ્લાના તમામ ગામ અને શહેરોમાં તા. ૨૭ માર્ચથી કોઇ પણ નાગરીકે જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા બહાર નીકળવાનુ નથી. ઘરે જ રહેવાનુ છે. ઘરે રહો, સુરક્ષિત રહો- જીવન જરૂરીયાતની તમાવસ્તુઓ ઘેર બેઠા ઉપલબ્ધ કરાવાશે
આ સાથે ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાંથી એક મહિનો ચાલે તેટલુ અન્નનો પુરવઠો વિતરણ કરવાનુ હોવાથી લોકોની ભીડ દુકાને ન આવે તેમને ઘરે જઈને આ પુરવઠો આપવાની વ્યવસ્થા થાય અને કોઇ પણ નાગરીક પુરવાઠા વગર ન રહી જાય તે માટે સરપંચશ્રીએ ધ્યાન રાખવા જણાવ્યું હતું.
કલેકટરશ્રી દ્રારા વધુમાં જણાવવામાં આવ્યું કે, ખેત ઉત્પાદન અને શાકભાજી વેચવા પર ખેડૂતોને કોઇ પાબંધી નથી તેઓ શહેરમાં પોતાના ઉત્પાદન વેચી શકશે. ખેતરમાં કામ કરવા વાળા લોકોને રોકવામાં નહી આવે સાથે પશુઓ માટેના ઘાસ ચારો તથા દાણનુ વિતરણ કરનારી સંસ્થાઓ કે દુકાનો પણ ચાલુ રાખવામાં આવશે. વધુમાં કલેક્ટરશ્રીએ કહ્યું કે, મામલતદાર પાસેથી કાપડ લઈ ગામમાં ચાલતા સખી મંડળોને પાસે માસ્ક બનાવી સસ્તા ભાવે વિતરણ કરવા જેથી લોકો કોરોનાના સંક્ર્મણથી બચી શકે. આ મુસીબતના સમયમાં એક સારા નાગરીક તરીકેની પોતાની ફરજો નિભાવી સેવાભાવથી કામ કરવા પર ભાર મૂક્યો હતો
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, પ્રોબેશનલ આઇ.એ. એસ. મમતા પોપટ, અધિક કલેફકટર શ્રી વી.એલ.પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, સરપંચશ્રીઓ, સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.. નરેશ પટેલ.. સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *