25/09/2020
Breaking News

હિંમતનગર. સહાય સમિતિ : કોઈપણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર સહાય કરશે.

હિંમતનગર. સહાય સમિતિ : કોઈપણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર સહાય કરશે.
લોકડાઉનના કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિમાં લાચાર પરિવારોની મદદમાં હિંમતનગર સહાય સમિતિ:કોઈપણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર સહાય કરશે: 1500 રૂપિયાની એક એવી 1000 કી ટ સર્વે સંસ્થાઓના સહયોગથી બનાવાશે:
લોકડાઉનની સ્થિતિમાં દરરોજ રોજીરોટી કમાઈને ગુજરાન ચલાવતા રિક્ષાવાળા, લારી ગલ્લાવાળા અને શ્રમિકોના પરિવારોને જાતિ કે ધર્મના ભેદભાવ વગર સહાયરૂપ થવા માટે સામાજિક ધાર્મિક સંસ્થાઓની હિંમતનગર સહાય સમિતિના નેજા હેઠળ એકત્ર થઇ દાતાઓનો સહયોગ પ્રાપ્ત કરી રાહત સામગ્રી પહોંચાડવાના આયોજન માટે અગ્રણીઓ હાજીભાઇ દાંત્રોલિયા,ખાદીમ લાલપુરી ,મુફતી અબ્દુલ અજીજ , ડો.અ.રઝાક મેમણ .અયુબભાઈ એમ એસ ટ્રેડિંગ જાવેદભાઈ કડીવાલા, હિન્દુસ્તાન એગ્રોના ઈકબાલભાઈ લુહાર,વારીસભાઈ
કાઝી,સલીમભાઈ રોનકવાળા વગેરે સભ્યોની હાઈ પાવર કમિટી બનાવવામાં આવી છે જે દ્વારા હાલમાં રૂ 1500 એક એવી 1000 કીટ વિતરણ કરવામાં આવશે.
મુસ્લિમ ડોક્ટરોની કમિટી દ્વારા કોરોનાના જે કેસ આવે તો તેમને મદદ માર્ગદર્શન અને બચાવ માટે પ્રયાસ કરાશે. કમિટીના સભ્યો સમાયંતરે સામગ્રીનું વિતરણ કરી શકે તે માટે બધા સભ્યો એક સાથે એક જ વ્યક્તિ કે વિસ્તારમાં રાહત સામગ્રી પહોંચાડશે અને પછી 15 દિવસ બાદ જો જરૂર પડે તો તેના વિતરણ માટે પણ તૈયારી કરાઈ1 છે.ઉલેમા મુક્તિ ડોક્ટર અને મૌલાનાની કમિટીે પોતાના વિસ્તાર અને મસ્જિદમાં હકારાત્મક માર્ગદર્શનથી આ મહામારીમાંથી બચવાના ઉપાયો અને પગલાં અંગે માર્ગદર્શન કરશે .
હિંમતનગરમાં ફસાયેલા લોકો માટે થોડાક દિવસ પૂરતી રહેવાની અને જમવાની સગવડ સ્કોલર હોસ્ટેલ ઇડર બાયપાસ રોડ ઉપર કરવામાં આવી છે. સર્વે ધર્મ સમાજના દાતાઓને અન્નદાનદાન અને ફાળો આપવા આ સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.
સહયોગ માટેની કમિટી
જમીઅત ઉલેમાએ હિંદ.
દેશકાંઠા મેમણ કાઉન્સિલ.
હિંમતનગર યુવા રિલીફ કમિટી
વર્લ્ડ મેમણ ફાઉન્ડેશન
જમાત એ ઇસ્લામી હિંદ
પટણી સુન્ની જમાત કૉમે બાવહિર
ગુજરાત રાજસ્થાન થરાદી મેમણ કાઉન્સિલ
દેશકાંઠા યુથ સર્કલ
સ્કોલર સ્કૂલ કેમ્પસ.
જાહિદ હુસેન અલ્વી કમિટી
મોહદિશે આઝમ મિશન
શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ
દારુલ ઇફ્તા વ ઈર્શાદ
રિપોર્ટર.. નરેશપટેલ
સાબરકાંઠા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *