29/09/2020
Breaking News

દાહોદના મ.ભ.યો ના લાભ માટે સિંગવડ તાલુકા ની ચુંદડી પ્રાથમિક શાળામાં અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

દાહોદના મ.ભ.યો ના લાભ માટે સિંગવડ તાલુકા ની ચુંદડી પ્રાથમિક શાળામાં અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાયો
આજે સમગ્ર વિશ્વ ના લોકો કોરોનાવાયરસ ની મહામારીથી પીડિત છે ત્યારે સમગ્ર ભારત માં ૨૧ દિવસના લોકડાઉન ના પગલે દરેક રાજ્ય સરકારોએ અલગ અલગ રીતે લોકોને મદદ પહોંચાડવાની અપીલ કરી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે પણ મ.ભ.યો. યોજના હેઠળ દાહોદ જિલ્લા ની દરેક પ્રાથમિક શાળાઓમાં દરેક વિદ્યાર્થી દીઠ અનાજ આપવાની પ્રવૃત્તિ હાથ ધરી છે
આ પ્રવૃત્તિના ભાગરૂપે સિંગવડ તાલુકાની ચુંદડી પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારે નક્કી કરેલ નિયમ મુજબ પ્રાથમિક શાળાના બાળકોને અનાજ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ચુંદડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, એસએમસી અધ્યક્ષ, અન્ય શિક્ષક શ્રી ઓ ની હાજરીમાં અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટ :-મુકેશ પટેલ
સીગવડ
મો. 9773409042

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *