29/09/2020
Breaking News

કોરોના વાઈરસની જાગૃતિ સંદર્ભે પીપલોદ ભુત ફ. પ્રા. શા. આચાર્ય શ્રી ગુલાબસિંહ વણઝારાએ અગરવાડા ગામે ૧૦૦૦ નંગ રાશન કિટનુ વિતરણ કર્યું.

કોરોના વાઈરસની જાગૃતિ સંદર્ભે પીપલોદ ભુત ફ. પ્રા. શા. આચાર્ય શ્રી ગુલાબસિંહ વણઝારાએ અગરવાડા ગામે ૧૦૦૦ નંગ રાશન કિટનુ વિતરણ કર્યું.
અત્યારે આખી દુનિયા કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહી છે તેવા વિકટ સમયમા દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદની ભૂત ફળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યશ્રી ગુલાબસિંહ વણઝારા સાહેબે પોતાના વતન મોરવા હડફ તાલુકાના અગરવાડા ખાતે તારીખ ૨૮/૦૩/૨૦૨૦ અને ૩૦/૦૩/૨૦૨૦ ના રોજ ગામના તમામ ૮૭૦ કુટુંબો અને આજુબાજુના ગામોના ૧૩૦ પરિવારો મળી કુલ ૧૦૦૦ નંગ કિટ કોરોના વાયરસની જાગૃતિ સાથે ( ૨ કિલો ચોખા , ૧ કિલો તુવેર દાળ , ૫૦૦ ગ્રામ તેલ ) રાશન કીટનું ઘરે-ઘરે જઈને વહીવટી તંત્રના સ્ટાફના સહકારથી વિતરણ પૂરું કર્યું હતું.
રાશન કિટ તૈયાર કરવામાં રૂપિયા ૧,૯૪,૦૦૦/ નો ખર્ચ શ્રી ગુલાબસિંહ વણઝારા સાહેબે જાતે કર્યો હતો અને જાગૃતિ લાવવા તથા ગરીબ પરિવારોને મદદ કરવા સરાહનીય કામગીરી કરી હતી. આ રાશન કિટના વિતરણમાં સહકાર આપવા બદલ સરપંચશ્રી , વહીવટી તંત્રના સ્ટાફનો શ્રી વણઝારા સાહેબે આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *