28/09/2020
Breaking News

બાબરા તાલુકાના ભાજપ ના આગેવાનો દ્રારા દિલીપભાઈ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી

બાબરા
તા.૨૪/૧/૨૦૨૦
બાબરા તાલુકાના ભાજપ ના આગેવાનો દ્રારા દિલીપભાઈ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી
બાબરા ભાજપનાં આગેવાનો દ્રારા જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા તેમજ સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય ના પૂર્વ કેબિનેટ કૂષિમંત્રી દિલીપભાઈ સંઘાણી રાજ્યની સહકારી સંસ્થા ગુજકોમાસોલના ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાઈ આવતા જિલ્લા ભાજપ માં અને સહકારી જગતમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી અને જિલ્લામાંથી આગેવાનો દ્રારા દિલીપભાઈ સંઘાણી નું સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાબરા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો ગુલાબદાસ કુબાવત, તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ શહેર ભાજપ અગ્રણી મુનાભાઈ મલકાણ, જીલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા, માર્કેટીંગ યાર્ટ ના ડિરેકટર ઉકાભાઈ ગોલાણી દ્રારા દિલીપભાઈ સંઘાણી નું ફુલહાર તેમજ શાલ ઓઢાડી ગુલદસ્તો અર્પણ કરી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *